પીડિત યુવતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિવમાં સસ્પેન્ડ પોલીસ કર્મીએ યુવતીની છેડતી કર્યાનો કિસ્સો સામે આવ્યો. ઘોઘલા ITI થી ગુજરાતનો સસ્પેન્ડ પોલીસ કર્મી હાર્દિક મોરી ચેકપોસ્ટ સુધી છોકરીનો પીછો કર્યા બાદ છોકરીની છેડતી કરી હોય તેવો મામલો સામે આવ્યો છે. યુવતીના કહ્યા મુજબ તેઓ ITI ઘોઘલા ચેક પોસ્ટ સુધી પીછો કર્યા પછી પાછળથી તેને ગાડી ખેચી તેને પહેલ જેકે ખેચી અડપલા કરવાની કોશિશ કરી હતી. જોકે છેડતી દરમિયાન લોકો આવી જતા યુવતીએ રાહત અનુભવી હતી. .
મળતી વિગતો પ્રમાણે સસ્પેન્ડ પોલીસકર્મી હાર્દિક મોરી દ્વારા યુવતીની ખરાબ રીતે છેડતી કરવાનો પ્રયાસ કરાતા લોકોએ તેને માર માર્યો. છેડતીના મામલામાં ત્રણ આરોપી હતા, જેમાથી એક ગુજરાત પોલીસમાં નોકરી કરતો હોય અને નશાની હાલતમાં યુવતીની છેડતી કરી હતી, તે પકડાઈ ગયેલ અને બાકીના બે શખ્સ નાશી છુટયા હતા.
જો આ રીતે પોલીસમા કામ કરી ચૂકેલા કર્મીઓ લોકોની સાથે આવા ખરાબ કામો કરશે તો લોકોને રક્ષણ કોણ આપશે, અને લોકો ન્યાય માટે કોની આશા રાખશે. અગાઉ પણ એક તરફી પ્રેમમાં પાગલ સસ્પેન્ડ પોલીસકર્મી દ્વારા મહિલાની હેરાનગતિ કરવામાં હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ કિસ્સામાં પીડિત મહિલાએ સસ્પેન્ડેડ પોલીસકર્મી સામે અવાજ ઉઠાવ્યો હતો. મહિલાએ આ પોલીસકર્મી વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, જયરાજ વાળાએ તેમને ફોન કરીને ધમકી આપી છે કે અગાઉના કેસમાં સમાધાન કરી લો, નહિતર સારું નહી થાય. નિકોલ પોલીસે સસ્પેન્ડ પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.