Last Updated on by Sampurna Samachar
થલતેજ સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર
પાર્થિવ દેહની અંતિમયાત્રા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટેલિવિઝન જગતના અત્યંત લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ ફેમ દિશા વાકાણી (દયાભાભી) અનેમયુર વાકાણી (સુંદર મામા)ના પરિવાર પર દુ:ખનું આભ તૂટી પડ્યું છે. દિશા અને મયુર વાકાણીના પિતા અનેજાણીતા અભિનેતા ભીમ વાકાણીનું સાતમી એપ્રિલ વહેલી સવારે નિધન થયું છે. ૮૪ વર્ષની વયે ભીમવાકાણીના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતી નાટ્યજગત અને બોલિવૂડમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર માહિતી આપતા મયુર વાકાણીએ લખ્યું કે, પ્રસિદ્ધ નાટ્યકાર અને અભિનેતા ભીમવાકાણી આજે સવારે અરિહંત શરણ પામ્યા છે. તેમના પાર્થિવ દેહની અંતિમયાત્રા બપોરે ૨:૩૦ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળી થલતેજ સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યુ.
ભીમ વાકાણી અભિનય જગતમાં એક જાણીતું નામ છે, જેમણે આમિર ખાનથી લઈને શાહરૂખ ખાન સુધી બધાસાથે સ્ક્રીન શેર કરી છે. તે આમિર ખાન સાથે લગાન, શાહરૂખ ખાન સાથે સ્વદેશ, લજ્જા અને વન્સ અપોન અટાઇમ ઇન ઇન્ડિયામાં કામ કરી ચૂક્યા છે. ભીમ વાકાણીના નિધનથી વાકાણી પરિવારમાં ઊંડો શોક વ્યાપીગયો છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને કલા જગતના સાથીદારો ભીમ વાકાણીને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.