LNG સપ્લાય અંગે થશે વાતચીત

Share this Article:

Last Updated on by Sampurna Samachar

મિડલ ઈસ્ટમાં સીઝફાયર બાદ હવે કતાર જશે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ

હરદીપ સિંહની આ મુલાકાત બંને દેશો માટે અને ભારતના ગેસ ઉદ્યોગ માટે મહત્ત્વની માનવામાં આવી રહી છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંકટ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી આજથી કતારની બે દિવસની સત્તાવાર યાત્રા કરવાના છે. તાજેતરમાં જ ઈરાને ભયાનક હુમલા કરીને કતારના ગેસ ઉત્પાદનને ભારે નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે હરદીપ સિંહ પુરીની આ મુલાકાત બંને દેશો માટે અને ભારતના ગેસ ઉદ્યોગ માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. ભારત કતાર પાસેથી મોટાપાયે લિક્વિડ નેચરલ ગેસ કરીદે છે, તેથી પેટ્રોલિયમ મંત્રી ત્યાં LNG સપ્લાયને લઈ મહત્ત્વની વાતચીત કરશે.

 

રિપોર્ટ મુજબ, ભારત પોતાની જરૂરીયાતમાંથી લગભગ ૪૦ ટકા એલએનજી કતારથી આયાત કરે છે. તાજેતરના યુદ્ધમાં ઈરાને કતારના મોટા ગેસ પ્લાન્ટ પર મિસાઈલ હુમલા કર્યા હતા, જેના કારણે ૧૭ ટકા નિકાસ કરવાની ક્ષમતાને અસર થઈ છે. કતરએનર્જીના રિપોર્ટ મુજબ નુકસાન ગ્રસ્ત પ્લાન્ટને રિપેરિંગ કરવામાં ત્રણથી પાંચ વર્ષનો સમય લાગી શકે છે.

ગેસ સપ્લાય ન અટકે તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી

આવી સ્થિતિમાં ભારત તરફ આવતો ગેસ સપ્લાય ન અટકે તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. તેથી આ મુદ્દે ચર્ચા કરવા માટે હરદીપ સિંહ પુરી કતારના અધિકારીઓ સાથે મુલાકાત કરશે.

ભારતમાં ગેસ સપ્લાયનો સંકટ સર્જાવાન અફવાઓ વચ્ચે પેટ્રોલિય મંત્રાલયે મહત્ત્વની માહિતી આપી છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, દેશમાં રાબેતા મુજબ LPG સિલિન્ડરની સપ્લાય કરવામાં આવી રહી છે. સાત એપ્રિલે એક જ દિવસમાં ૫૩.૫ લાખથી વધુ એલપીજી સિલિન્ડરની સપ્લાય કરવામાં આવી છે.

ગેસનું ઓનલાઈન બુકિંગ ૯૫ ટકા પર પહોંચી ગયું છે, જેનાથી ઉત્પાદનથી લઈને ગ્રાહક સુધીની સપ્લાય ચેનમાં કોઈ સમસ્યા ન હોવાની સ્પષ્ટ થઈ ગયું છે. સિલિન્ડરની કાળાબજારી અટકાવવા માટે ‘ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (ડ્ઢછઝ્ર)’નો ઉપયોગ ૯૧ ટકા વધી ગયો છે.

કેન્દ્ર સરકાર હવે દેશને માત્ર એક દેશ પર ર્નિભર રાખવા માંગતી નથી. સંકટ સમયે કોઈપણ અડચણ વગર પેટ્રોલ-ગેસ સપ્લાય ચાલુ રહે તે માટે ભારતે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને રશિયા જેવા નવા દેશો સાથે હાથ મિલાવ્યા છે. આ ઉપરાંત દેશમાં પીએનજી કનેક્શનનો વિસ્તાર ઝડપથી વધારવામાં આવી રહ્યો છે. માર્ચ-૨૦૨૬ સુધીમાં લગભગ ૩.૮૭ લાખ ગ્રાહકોએ LPG છોડીને PNG કનેક્શન અપનાવ્યા છે. જ્યારે ૪.૨૧ લાખ ગ્રાહકોએ PNG કનેક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

માર્ચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન અમદ અલ થાની સાથે ફોન પર વાતચીત કરી હતી. પીએમ મોદીએ ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી હતી. આ ઉપરાંત બંને દેશોના નેતાઓ વચ્ચે હોર્મુઝ જળમાર્ગેથી જહાજો સુરક્ષિત આવન-જાવન થાય, તે અંગે પણ વાતચીત થઈ હતી. ભારતે વર્ષ ૨૦૩૦ સુધીમાં કુલ ઊર્જા વપરાશમાં પ્રાકૃતિક ગેસનો ઉપયોગ ૧૫ ટકા વધારવાનું લક્ષ્યાંક રાખ્યું છે

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.