Last Updated on by Sampurna Samachar
ગુજરાત માથે રૂપિયા ૩.૮૦ લાખ કરોડનું દેવું
એક વર્ષમાં દેવામાં ૨૨ હજાર કરોડનો વધારો થયો છે, મહેસુલી આવકમાં ઘટાડો છતાં ખર્ચ નિયંત્રણથી મહેસુલી પુરાંત નોંધાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે આજે નિયામક અને મહાલેખા પરીક્ષકનો મહત્વપૂર્ણ અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ ૨૦૨૪–૨૫નો આ અહેવાલ રજૂકરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યની નાણાકીય સ્થિતિ, જાહેર દેવું અને આવક–ખર્ચ અંગેના મહત્વપૂર્ણ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

અહેવાલ મુજબ, ગુજરાતનું કુલ જાહેર દેવું ૩.૮૦ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. ગત વર્ષની સરખામણીએ રાજ્યના જાહેર દેવામાં અંદાજે ૨૨ હજાર કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે, જે રાજ્યના વધતા નાણાકીય બોજતરફ સંકેત કરે છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી બજાર લોન પણ નોંધપાત્ર રીતે વધી છે. અહેવાલ મુજબ બજાર લોનનો આંક ૩.૧૧ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે, જે ગત વર્ષ કરતા લગભગ ૧૬ હજાર કરોડ રૂપિયા વધુ છે.
રાજ્ય સરકારના ખર્ચ નિયંત્રણના પ્રયાસોને દર્શાવે
નાણાકીય પરિસ્થિતિના અન્ય પાસાઓ પર નજર કરીએ તો, વર્ષ ૨૦૨૪–૨૫ દરમિયાન રાજ્યની મહેસુલીઆવકમાં ઘટાડો નોંધાયો છે. અગાઉના વર્ષની તુલનાએ મહેસુલી આવકમાં ૧.૮૯ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે અંદાજપત્રીય લક્ષ્યાંકોની સામે આ આવક ૪.૮૩ ટકા ઓછી રહી છે. રાજ્યના સકલ ઘરેલુ ઉત્પાદન દૃષ્ટિએ મહેસુલી આવક ૮.૧૮ ટકા રહી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
તેમ છતાં, રાજ્ય સરકારે મહેસુલી ખર્ચ પર નિયંત્રણ જાળવવામાં સફળતા મેળવી હોવાનું પણ અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે. વર્ષ દરમિયાનરૂ. ૧૮,૯૪૨.૯૪ કરોડની મહેસુલી પુરાંત નોંધાઈ છે, જે અંદાજપત્રીય અંદાજ કરતાં બમણી હોવાનું નોંધાયું છે. આ આંકડો રાજ્ય સરકારના ખર્ચ નિયંત્રણના પ્રયાસોને દર્શાવે છે.
કરવેરા આવકના મુદ્દે રાજ્યની કામગીરી સ્થિર રહી હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે. અંદાજપત્રીયઅંદાજાેની સામે રાજ્યની પોતાની કરવેરા આવકમાં નોંધપાત્ર ફેરફાર જાેવા મળ્યો નથી. બીજી તરફ, કેન્દ્રીયકરવેરાના હિસ્સામાં વધારો નોંધાયો છે, જેના કારણે અન્ય આવકના ઘટકોમાં થયેલી ખાધ આંશિક રીતેસંતુલિત થઈ શકી છે.
કેગના આ અહેવાલથી રાજ્યની નાણાકીય સ્થિતિનું સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું છે, જેમાં એક તરફ દેવામાં વધારોઅને આવકમાં ઘટાડો જેવી ચિંતાજનક બાબતો છે, તો બીજી તરફ ખર્ચ નિયંત્રણ અને મહેસુલી પુરાંત જેવીસકારાત્મક બાબતો પણ નોંધાઈ છે.