Last Updated on by Sampurna Samachar
આરોપીને ત્રણ થી ૧૨ વર્ષની સજા થઈ શકે
બાળકોની હોસ્પિટલમાં કરતા હતો કામ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકામાં એરિઝોનાની ફિનિક્સ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં બિહેવિયરલ હેલ્થ ટેકનિશિયન તરીકે કામ કરી ચૂકેલા જયદીપ પટેલ નામના એક ૩૧ વર્ષીય ગુજરાતીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જયદીપ પાસેથી બાળકોના ગંદા વિડીયો મળી આવ્યા હોવાનું પોલીસે કોર્ટમાં જણાવ્યું છે અને આ મામલે તેને અરેસ્ટ કરવામાં આવ્યો હતો.
કોર્ટમાં રજૂ કરાયેલા ડોક્યુમેન્ટ્સ અનુસાર ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ દ્વારા અપાયેલી માહિતીના આધારે પોલીસે ઘણા સમયથી જયદીપ પટેલ પર વૉચ રાખવાનું શરૂ કર્યું હતું. તેના પર જાતિય સતામણીના કુલ નવ ચાર્જ લગાડવામાં આવ્યા છે અને તે તમામ ક્લાસ ૨ ફેલોની ચાર્જિસ છે. મળતા રિપોર્ટ્સ અનુસાર જયદીપ પર લગાવાયેલા તમામ ચાર્જિસમાં ત્રણ થી ૧૨ વર્ષની સજા થઈ શકે છે.
૧૨૦૦ જેટલા ગંદા ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા
આ મામલો બહાર આવતા ફિનિક્સ હોસ્પિટલે એવી સ્પષ્ટતા કરી હતી કે આરોપી હાલ હોસ્પિટલમાં જોબ નથી કરતો તેમજ પેશન્ટ્સની સેફ્ટી તેની ટોપ પ્રાયોરિટી છે અને હોસ્પિટલ તપાસમાં તમામ સહકાર આપી રહી છે. જયદીપ કઈ રીતે પકડાયો તે અંગે કોર્ટમાં રજૂ કરાયેલા ડોક્યુમેન્ટ્સમાં જણાવાયું હતું કે સપ્ટેમ્બર ૨૦૨૪માં ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરે એક સબસ્ક્રાઈબર બે ડઝન જેટલી ગંદા વિડીયોની ફાઈલનું પઝેશન ધરાવતો હોવાની ફિનિક્સ પોલીસને બાતમી આપી હતી અને આ સબસ્ક્રાઈબરની ઓળખ જયદીપ પટેલ તરીકે કરવામાં આવી હતી.
લાંબી તપાસ બાદ લોકલ પોલીસે સર્ચ વૉરન્ટના આધારે જયદીપના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, ઈમેલ અકાઉન્ટ્સ અને સેલ ફોન નંબરના રેકોર્ડની તપાસ શરૂ કરી હતી અને તેમાં જ આરોપીની આ કરતૂતોનો ભાંડો ફુટ્યો હતો.
પોલીસે જયદીપની ચેટ્સના રેકોર્ડ્સ પણ મેળવ્યા હતા જેમાં તેણે પોતાનો ફોન નંબર આપવા ઉપરાંત લોકેશન અને ફિઝિકલ ડિસ્ક્રિપ્શન પણ આપ્યું હતું જેની સાથે પોતે ક્યાં જોબ કરે છે તે તેની માહિતી પણ તેણે ચેટ પર આપી હતી.
એટલું જ નહીં, તે જેમની સાથે ચેટ કરતો હતો તેમને પણ આવું મટિરિયલ શેર કરવા જણાવતો હતો. પોલીસે જયદીપના સોશિયલ મીડિયા અકાઉન્ટમાંથી નવ વિડીયો ફાઈલ રિકવર કરી હતી. જેમાં કેટલીક અંડરએજ છોકરીઓ વાંધાજનક હરકતો કરતા દેખાતી હતી. આ સિવાય તેની પાસેથી ૧૨૦૦ જેટલા ગંદા ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
જયદીપ પટેલ મિસૌરી એવેન્યૂના ૧૦૨ એવન્યૂમાં રહે છે. તેને અરેસ્ટ બાદ પોલીસે તે કઈ સોશિયલ મીડિયા સાઈટ્સનો ઉપયોગ કરે છે તે પૂછ્યું હતું જેના જવાબમાં જયદીપે પોતે માત્ર ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક જ યુઝ કરતો હોવાનું જણાવ્યું હતું.
જોકે, પોલીસે તેનો ફોન ચેક કરવા માગ્યો ત્યારે તેણે પોતે કિક અકાઉન્ટ યુઝ ના કરતો હોવાનું જણાવ્યું હતું. જયદીપે જે ચેટ્સ કરી હતી તેમાં એકમાં તો તેણે પોતે હોલ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું પરંતુ તે ગાર્ડ નહીં પરંતુ બિહેવરલ હેલ્થ ટેકનિશિયન હતો.
તમામ પુરાવા એકત્ર કર્યા બાદ પોલીસે મારિકોપા કાઉન્ટી સુપિરિયર જજ કોર્ટ પાસેથી વોરન્ટ મેળવ્યા બાદ જુલાઈ ૧૭ના રોજ જયદીપના ઘરે રેડ કરીને તેને અરેસ્ટ કરી લીધો હતો. આરોપીને જુલાઈ ૨૪ના રોજ કોર્ટમાં હાજર કરવામાં આવશે. જ્યારે તેની પ્રિલિમનરી હિયરિંગ જુલાઈ ૨૮ થી શરૂ થશે. છેલ્લી માહિતી પ્રમાણે જયદીપ પટેલને એક લાખ ડોલરના બોન્ડ પર જેલમાં રખાયો હતો.