Last Updated on by Sampurna Samachar
ભારત સિવાય અન્ય દેશોમાં થઇ ગઇ ફિલ્મ રિલીઝ
પાકિસ્તાનીઓએ આ ફિલ્મને ખૂબ પ્રેમ આપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશના જાણીતા સિંગર અને પંજાબી અભિનેતા દિલજીત દોસાંજની ફિલ્મ સરદાર જી ૩ને ભારત સિવાય દુનિયાભરમાં રીલિઝ થઈ ચુકી છે. આ ફિલ્મમાં દિલજીત દોસાંજ સાથે હાનિયા આમિર અને અન્ય પાકિસ્તાની એક્ટ્રેસ જોવા મળશે. જોકે, હવે પાકિસ્તાની અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરદારજી ૩નું ઓપરનિંગ ડે કલેક્શન શાનદાર રહ્યું અને શો પણ હાઉસફુલ રહ્યા. ભારતમાં વિરોધ છતા પાકિસ્તાનીઓએ આ ફિલ્મને ખૂબ પ્રેમ આપ્યો.
પાકિસ્તાની સિનેમાઘરોની સાથોસાથ વર્લ્ડવાઇડ પણ સરદાર જી ૩ની પહેલા દિવસની કમાણી શાનદાર રહી. અહેવાલો અનુસાર, દિલજીત દોસાંજ અને હાનિયા આમિરની આ ફિલ્મે પાકિસ્તાની બૉક્સ ઑફિસમાં કુલ ૩ કરોડથી વધુની ઓપનિંગ કરી. વળી, વિશ્વભરમાં ફિલ્મે પોતાના ખાતામાં ૫ કરોડથી પણ વધુ કલેક્શન કર્યું છે.
સરદાર જી ૧ અને ૨ બંને સુપરહિટ રહી હતી
પાકિસ્તાની સિનેમાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી પોસ્ટ શેર કરીને આ આંકડા જાહેર કર્યા છે. હાનિયા આમિરે પણ આ ગ્રાન્ડ ઓપનિંગ બાદ ફેન્સનો આભાર માન્યો. દિલજીત દોસાંજની ફિલ્મ દુનિયાભરમાં ખૂબ જ સારૂ પરફોર્મ કરી રહી છે.
રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઓપનિંગ ડેમાં સિનેમાઘરોમાં શો હાઉસફૂલ હતા. અનેક રિપોર્ટ્સમાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, સરદાર જી ૩ પાકિસ્તાનમાં સૌથી કમાણી કરનારી પહેલી ઓપનિંગ ફિલ્મ છે. નોંધનીય છે કે, સરદાર જી ૧ અને ૨ બંને સુપરહિટ રહી હતી.
સરદાર જીએ ૨૦૧૫માં રિલીઝ થયેલી પંજાબી ફિલ્મોમાં સૌથી વધુ કલેક્શનો રેકોર્ડ બનાવ્યો હતો. આ ફિલ્મના સક્સેસ બાદ ૨૦૧૬ માં સરદાર જી ૨ રિલીઝ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, સરદાર જી ૩ને લઈને ભારતમાં વિવાદ શરૂ છે. ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર જોવા મળી રહી છે. જેના કારણે ફિલ્મને ભારતમાં રિલીઝ કરવામાં નથી આવી.