Last Updated on by Sampurna Samachar
યુવકને પોલીસ કસ્ટડીમાં લઇ જવાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજધાની દિલ્હીમાં સંસદ ભવન પાસે એક વ્યક્તિએ પેટ્રોલ છાંટીને પોતાની જાતને આગ ચાંપી દેતા ચકચાર મચી ગઈ હતી. બાદમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને મામલાની તપાસમાં વ્યસ્ત છે. પોતાની જાતને આગ લગાડનાર વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હતો. જેથી પોલીસે સ્થળ પરથી પેટ્રોલ કબજે કર્યું હતું .
ઘટનાની તપાસ માટે ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વ્યક્તિએ આવું શા માટે કર્યું તેનું કારણ હાલ સ્પષ્ટ થયું નથી. પોલીસને સ્થળ પરથી ૨ પાનાની નોટ પણ મળી આવી છે. પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે. તમને જણાવી દઈએ કે ઘટના બાદ તરત જ ઘાયલને ધાબળોથી ઢાંકીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.સંસદ ભવનની આસપાસ હાજર સુરક્ષાકર્મીઓએ જણાવ્યું કે વ્યક્તિએ રેલ્વે બિલ્ડીંગ પાસે પોતાની જાતને આગ લગાવી દીધી હતી.
જે બાદ તે સંસદ ભવન તરફ ભાગવા લાગ્યો હતો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે UP ના બાગપતના રહેવાસી જિતેન્દ્રએ રેલ ભવન ઈન્ટરસેક્શન પર પોતાની જાતને આગ લગાવી દીધી હતી. સ્થાનિક પોલીસ અને રેલ્વે પોલીસે કેટલાક લોકો સાથે મળીને આગ ઓલવી અને યુવકને હોસ્પિટલ પહોંચાડ્યો.