Last Updated on by Sampurna Samachar
યુવતીની હત્યા કરી સુટકેસમાં ભરી સુટકેસને આગ લગાવી દીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાજેતરમાં દિલ્હીના ગાઝીપુરમાં એક યુવતીનો સળગેલો મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે, મહિલાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને તેનો નિકાલ કરવા માટે તેના શરીરને બાળી નાખવામાં આવ્યું હતું. આ કેસમાં બે લોકોની ધરપકડ બાદ, એક પછી એક ખુલાસો થવા લાગ્યો હતો. જેને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

તપાસમાં જાણવા મળ્યું કે, ૨૨ વર્ષીય મૃતકનું નામ શિલ્પા પાંડે હતું અને તે છેલ્લા એક વર્ષથી ખોડા કોલોનીમાં અમિત તિવારી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. તે તેના પર લગ્ન માટે દબાણ કરી રહી હતી. પણ નવાઈની વાત એ હતી કે, અમિત બીજું કોઈ નહીં પણ શિલ્પાનો પિતરાઈ ભાઈ હતો.
૨૫ જાન્યુઆરીના રોજ, અમિત ખૂબ જ નશામાં હતો, ત્યારે તેણે ફરી એકવાર શિલ્પા સાથે ઝઘડો કર્યો અને તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી. આ બાદ, મૃતદેહનો નિકાલ કરવા માટે, તેણે તેના મિત્ર અને વ્યવસાયે કેબ ડ્રાઇવર અનુજ કુમારને ફોન કર્યો હતો.
પોલીસે કહ્યું કે, અમિત મૃતદેહને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ક્યાંક ફેંકી દેવા માંગતો હતો. તે અનુજ સાથે તેની હ્યુન્ડાઇ વર્ના કારમાં રેકી માટે નીકળ્યો હતો, પરંતુ બીજા દિવસે ૨૬ જાન્યુઆરીએ હાઇ એલર્ટ હોવાને કારણે, તેની બે જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, તેણે નજીકમાં જ મૃતદેહનો નિકાલ કરવાની યોજના બનાવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ પછી તેણે ગાઝીપુરના એક પેટ્રોલ પંપ પરથી ૧૬૦ રૂપિયાનું ડીઝલ ખરીદ્યું હતું. ૨૬ જાન્યુઆરીના રાત્રે ગાઝીપુરમાં એક વેરાન જગ્યાએ મૃતદેહને સુટકેસમાં પેક કરીને ફેંકી દેવામાં આવ્યો અને સુટકેસમાં આગ લગાવી દેવામાં આવી હતી. આ પછી તે અનુજને છોડીને ગ્રેટર નોઈડા ગયો હતો. તે પ્રયાગરાજ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું કે, અમને સવારે ૪ઃ૧૦ વાગ્યે હત્યાની માહિતી મળી હતી. જ્યારે અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે શરીર સંપૂર્ણપણે બળી ગયું હતું, તેમાં કંઈ બચ્યું ન હતું. ઝ્રઝ્ર્ફની તપાસમાં, યુપી નંબરવાળી હ્યુન્ડાઇ વર્ના કાર શંકાસ્પદ મળી આવી હતી. આ વાહન લોનીના એક વ્યક્તિના નામે નોંધાયેલું હતું.
જ્યારે લોનીમાં તે વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે કહ્યું કે તેણે આ કાર અમિત તિવારી નામના વ્યક્તિને વેચી દીધી હતી. આ પછી, અમિત તિવારી વિશે માહિતી મળી અને તે પકડાઈ ગયો હતો. જણાવી દઈએ કે, શિલ્પા પાંડે અને અમિત બંને ૨૨ વર્ષના હતા. શિલ્પાના માતા-પિતા સુરતમાં રહે છે અને કામ કરે છે.