રીક્ષા ચાલકની દીકરીના લગ્ન પર આપશે ૧ લાખ
સરકારે ઓટો ચાલકો અને તેમના પરિવારજનોની સંપૂર્ણ કાળજી લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીની ‘આપ’ સરકારે ઓટો ચાલકોને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. જ્યાં સરકારે દિલ્હીના ઓટો ડ્રાઈવરો માટે પોતાની તિજોરી ખોલી દીધી છે. સરકારે જાહેરાત કરી છે કે સરકાર હવે દિલ્હીના ઓટો ડ્રાઈવરની દીકરીઓને તેમના લગ્ન પર ૧ લાખ રૂપિયા આપશે. હોળી અને દિવાળી જેવા પ્રસંગોએ તેમના યુનિફોર્મ માટે ૨૫૦૦ રૂપિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય દિલ્હી સરકારે પોતાનું મોટું દિલ બતાવ્યું છે અને ઓટો માલિકો માટે ૫ લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને ૧૦ લાખ રૂપિયાનો જીવન વીમો આપવાનું વચન આપ્યું છે. સરકારે ઓટો ચાલકો અને તેમના પરિવારજનોની સંપૂર્ણ કાળજી લીધી છે. જેમાં દિલ્હી સરકારે ઓટો ડ્રાઇવર્સના બાળકોને ફ્રી કોચિંગ આપવાનું વચન આપ્યું છે અને પૂછો એપને ફરીથી શરૂ કરવાનું કહ્યું છે.
ઓટો ડ્રાઈવરો પર ભેટો વરસાવતા આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઓટો ડ્રાઈવરો સાથે મારો સંબંધ ઘણો જૂનો છે. જ્યારે કોંગ્રેસ સરકાર ઓટો ચાલકોને પરેશાન કરતી હતી ત્યારે હું પહેલો નેતા હતો જેણે રામલીલા મેદાનમાં ઓટો ડ્રાઈવરો સાથે બેઠક કરી હતી. ત્યારે અત્યારે પણ મેં ઓટો ડ્રાઈવરો સાથે બેઠક કરી ત્યારપછી ઓટો ડ્રાઈવર નવનીતે મને તેના ઘરે જમવા બોલાવ્યો હતો.