Last Updated on by Sampurna Samachar
બિહાર ચૂંટણીની તૈયારીના ભાગરૂપે, SBSP એ ઘણી રેલી યોજી
બિહારની વસ્તીના લગભગ ૪.૫%
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચૂંટણી માટે હવે સરકારનુ ધ્યાન બિહાર તરફ દેશનું રાજકીય ફોક્સ હવે દિલ્હીથી બિહાર તરફ વળ્યું છે. આ હિન્દીભાષી રાજ્યમાં આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દિલ્હીમાં એનડીએની બેઠકની હસતી તસવીરો વચ્ચે, યુપીમાં ભાજપની સહયોગી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી પોતાની રણનીતિ પર કામ કરતી જોવા મળે છે.

ઓબીસી મતદારોમાં લોકપ્રિય ઓમ પ્રકાશ રાજભરની પાર્ટીએ અત્યારથી બિહારમાં તૈયારીઓ શરુ કરી દીધી છે. SBSP ઇચ્છે છે કે બિહારમાં બેઠક વહેંચણી વખતે બીજેપી તેને ૧૫ થી ૨૫ સીટ આપે. આ SBSP માટે એ પહેલેથી જ ‘દબાણની રાજનીતિ’ શરુ કરી દીધી છે. આ અંતર્ગત રાજભરની પાર્ટીએ બિહારમાં છેલ્લા ત્રણ મહિનામાં ૨૪ રેલીઓ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, SBSP નેતાઓએ દાવો કર્યો છે કે તેઓ બિહારમાં ૨૫ વિધાનસભા બેઠકો માટેની તેમની તૈયારીઓ વિશે બીજેપી નેતૃત્વને પહેલેથી જ જાણ કરી ચૂક્યા છે. તેમણે સંકેત આપ્યો કે જો ભાજપ તેમની પાર્ટીની પસંદગીની સીટો આપે તો તેઓ ૧૫ સીટો પર સમાધાન કરી શકે છે. ભાજપ માટે એ ચિંતાનો વિષય છે કે ઓબીસી મતદારો પૂરી પાડતી આ પાર્ટીએ અન્ય પક્ષો સાથે ગઠબંધન કરવા માટે પોતાના વિકલ્પો રાખ્યા છે.
SBSP એ સાસારામ, પશ્ચિમ ચંપારણ, નવાદા, નાલંદા, ગયા, ઔરંગાબાદ અને બેતિયા સહિત ૨૮ જિલ્લાઓમાં ૨૫ બેઠકો પસંદ કરી છે. પાર્ટીના જણાવ્યા અનુસાર બિહાર ચૂંટણીની તૈયારીના ભાગરૂપે, SBSP એ છેલ્લા ત્રણ મહિનામાં બિહારના ઘણા વિસ્તારોમાં ૨૪ રેલીઓ યોજી છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, આ રેલીઓ દ્વારા SBSP OBC અને દલિતો સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે, જે JDU તેમજ મુખ્ય વિપક્ષી પાર્ટી RJD ની વોટ બૅંકનો ભાગ છે. જે બિહારની વસ્તીના લગભગ ૪.૫% છે.
ગયા વર્ષે SBSP એ બિહારમાં તિરારી અને રામગઢ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો, જેમાં ભાજપનો વિજય થયો હતો. અરુણ રાજભરે કહ્યું કે તેમની પાર્ટીએ AIMIM સાથે ગઠબંધન કરીને ૨૦૨૦ની બિહાર વિધાનસભા ચૂંટણી લડી હતી. SBSP એ ચૂંટણી લડેલી બે બેઠકો ગુમાવી હતી જ્યારે AIMIM એ ૨૦માંથી પાંચ બેઠકો જીતી હતી.