Last Updated on by Sampurna Samachar
દિલ્હીના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે રૂ. ૧૫ હજારની આર્થિક સહાય આપશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાજપે દિલ્હી ચૂંટણી માટે સંકલ્પ પત્ર ૨ જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરાના ભાજપે વિદ્યાર્થીઓ, યુવાનો, દલિતો અને ઓટો ટેક્સી ડ્રાઈવરો માટે મહત્ત્વની જાહેરાત કરી છે. ભાજપે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં કે.જી.થી પી.જી. સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે. આ ઉપરાંત યુવાનોને ૧૫,૦૦૦ ની આર્થિક સહાય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બે ગણી મુસાફરી અને અરજી ફી આપવામાં આવશે.
સંકલ્પ પત્ર-૨માં ભાજપના વાયદા
– અમે દિલ્હીના યુવાનોને રાજ્યની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે રૂ. ૧૫ હજારની આર્થિક સહાય આપીશું જેથી કરીને અમારા યુવાનો ઉત્તમ પરિણામ આપી શકે.
અમે દિલ્હીમાં ટેકનિકલ અને વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે સ્ટાઈપેન્ડ સ્કીમ લાવશું. આ શિષ્યવૃત્તિ યોજના ભીમરાવ આંબેડકરના નામે શરૂ કરાશે. આ અંતર્ગત, અમે ITI અને સ્કિલ સેન્ટર પોલિટેકનિક વગેરેમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને માસિક રૂ. ૧,૦૦૦નું સ્ટાઇપેન્ડ આપીશું.
– અમે ઓટો અને ટેક્સી ડ્રાઇવરો માટે ઓટો-ટેક્સી કલ્યાણ બોર્ડની રચના કરીશું. જે અંતર્ગત રૂ. ૧૦ લાખ સુધીનો જીવન આધાર વીમો અને રૂ. ૫ લાખ સુધીનો અકસ્માત વીમો આપશે.
– ઉચ્ચ શિક્ષણ મેળવનારા ટેક્સી ડ્રાઈવરો અને ઓટો ડ્રાઈવરોના બાળકોને પણ સ્કોલરશિપ આપવામાં આવશે.
– દિલ્હીમાં ભાજપની સરકાર આવ્યા બાદ ૪ લાખ સ્ટ્રીટ વેન્ડર્સન PM સ્વાનિધિ યોજનાનો લાભ મળશે
– દિલ્હીમાં પણ રિસ્કિલિંગ અને અપસ્કિલિંગને પ્રોત્સાહન આપવાનું કામ ભાજપ સરકાર કરશે.
સંકલ્પ પત્ર -૧ માં કરવામાં આવ્યા હતા આ વાયદા
– ભાજપે દિલ્હીમાં મહિલાઓ માટે ‘મહિલા સમૃદ્ધિ યોજના’ હેઠળ ૨,૫૦૦ રૂપિયાની માસિક સહાયની જાહેરાત કરી છે.
– ભાજપ દિલ્હીના ગરીબ વર્ગની મહિલાઓને ૫૦૦ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપશે. તેમજ હોળી અને દિવાળી પર એક-એક સિલિન્ડર મફત આપવામાં આવશે.
– જો ભાજપ સત્તામાં આવશે તો પહેલી કેબિનેટ બેઠકમાં દિલ્હીમાં ‘આયુષ્માન ભારત’ લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર ૫ લાખ રૂપિયાનું વધારાનું હેલ્થ કવર પણ આપશે. તેમજ રાજ્ય સરકાર વધારાના રૂ. ૫ લાખનું હેલ્થ કવર આપશે.
છત્તીસગઢમાં કમાન્ડર જયરામ સહિત ૧૪ નક્સલ ઠાર, તેના માથે એક કરોડનું ઈનામ હતું
– વરિષ્ઠ નાગરિકોને રૂ. ૧૦ લાખ સુધી મફત સારવાર આપવામાં આવશે, તેમજ મફત OPD તબીબી અને નિદાન સેવાઓ પણ આપવામાં આવશે.
– વરિષ્ઠ નાગરિકોનું પેન્શન દર મહિને રૂ. ૨૦૦૦થી વધારીને રૂ. ૨૫૦૦ અને ૭૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ, નિરાધાર અને ત્યજી દેવાયેલી સ્ત્રીઓનું પેન્શન રૂ. ૨૫૦૦થી વધારીને રૂ. ૩૦૦૦ પ્રતિ માસ કરવામાં આવશે.
– જે. જે. ક્લસ્ટરોમાં અટલ કેન્ટીનની સ્થાપના કરીને, માત્ર રૂ. ૫માં પૌષ્ટિક ખોરાકની સુવિધા આપવામાં આવશે.
– જો દિલ્હીમાં ભાજપની સરકાર બનશે તો વર્તમાન કલ્યાણકારી યોજનાઓ ચાલુ રહેશે, આ યોજનાઓને વધુ અસરકારક અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવામાં આવશે.