કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચારમાં આપ પર નિશાન સાધ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે બિજવાસન વિધાનસભા ક્ષેત્રમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે દિલ્હીની આમ આદમી પાટી સરકાર અને પૂર્વ CM અરવિંદ કેજરીવાલ પર જોરદાર નિશાન સાધ્યું હતું. અમિત શાહે જનતાને અપીલ કરી હતી કે મતદાન દરમિયાન દિલ્હીવાસીઓ કમળનું બટન એટલું જોરથી દબાવો કે ભ્રષ્ટાચારના કાચના મહેલના તમામ કાચ તૂટી જાય. કેજરીવાલ ભ્રષ્ટાચારનું મૂર્ત સ્વરૂપ બની ગયા છે.
ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અમિત શાહે કહ્યું કે, ભ્રષ્ટાચાર સામે લડવા આવેલા કેજરીવાલ પોતે જ ભ્રષ્ટાચારના મૂર્ત સ્વરૂપ બન્યા અને મોટા અને નાના બંને ભાઈઓ દારૂ કૌભાંડમાં જેલમાં ગયા. દિલ્હીને દારૂ માફિયાઓ, કૌભાંડીઓ અને બેઈમાન લોકોથી મુક્ત કરવાનો સમય આવી ગયો છે.
દિલ્હીની જનતા કેજરીવાલ જેવા જૂઠાને ઓળખી ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી સીટ પરથી હારી જવાના છે. કેજરીવાલે બાળકોને સોગંદ લીધા હતા કે તેઓ કોંગ્રેસનો ટેકો નહીં લે, પરંતુ કોંગ્રેસનો સહારો લીધો. કેજરીવાલે કહ્યું હતું કે તેઓ બંગલો નહીં ખરીદે પરંતુ ૫૦ હજાર યાર્ડમાં પોતાના માટે કાચનો મહેલ બનાવશે.
શાહે કહ્યું, “કેજરીવાલે દિલ્હીની જનતાને આપેલું વચન તોડ્યું છે. કેજરીવાલે કહ્યું હતું કે તેઓ રાજકારણમાં નહીં આવે, પરંતુ તેમણે તેમના ગુરુ અણ્ણા હજારેને પણ દગો આપ્યો. પાર્ટી બનાવતા પહેલા તેઓ રાલેગઢ સિદ્ધિ પણ પહોંચી શક્યા નથી.
ભ્રષ્ટાચાર સામે લડવાના નામે રાજકારણમાં આવેલા કેજરીવાલે કરોડોનું દારૂનું કૌભાંડ કર્યું અને બડે મિયાં અને છોટે મિયાં બંને જેલમાં ગયા. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી અને કેજરીવાલે ૧૦ વર્ષ સુધી જનતાને છેતરવાનું કામ કર્યું છે. કનેકટીવીટીના નામે એવા રોડ આપવામાં આવ્યા કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે તે ખબર પડતી નથી. તેઓ પાઈપો દ્વારા પ્રદૂષિત પાણી મોકલી રહ્યાં છે. તેઓએ મોહલ્લા ક્લિનિકના નામે ૬૫,૦૦૦ નકલી ટેસ્ટ કરાવવાનું કૌભાંડ ચલાવ્યું હતું. બિજવાસનને ભૂલી જાઓ, વરસાદમાં અડધી દિલ્હી તળાવમાં ફેરવાઈ જાય છે.