પ્રવેશ વર્મા સહિત છ લોકોએ મંત્રી તરીકે શપથ લીધા
PM મોદી સહિત દિગ્ગજ નેતાઓએ આપી હાજરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં ૨૭ વર્ષ બાદ ભાજપ (BHAJAP ) સરકારનુ શાસન આવ્યુ છે. જ્યાં લોકો જે રાહ જોઇ રહ્યા હતા તેમાં દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાએ નવમા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ શપથ લેવડાવ્યા હતા. ત્યારે આ અવસરે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા. રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બનશે.
પ્રવેશ વર્મા સહિત છ લોકોએ મંત્રી તરીકે શપથ લીધા. આ યાદીમાં પંકજ સિંહ, આશિષ સૂદ, રવિન્દ્ર ઈન્દ્રરાજ, કપિલ મિશ્રા અને મનજિંદર સિંહ સિરસાનું નામ સામેલ છે. મંત્રીઓની વાત કરીએ તો પંકજ સિંહ બિહારના રહેવાસી છે અને રાજપૂત ચહેરો છે. આ સિવાય રવિન્દ્ર ઈન્દ્રરાજ દલિત ચહેરો છે. ભાજપે કેબિનેટમાં તમામ વર્ગોને સ્થાન આપ્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં PM મોદી સહિત ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ, આંધ્રપ્રદેશના CM ચંદ્રાબાબુ નાયડુ, JDU ના કેન્દ્રીય મંત્રી લલન સિંહ, બિહારના ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરી પણ હાજર હતા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન NDA નેતાઓનો મેળાવડો જોવા મળ્યો હતો.