Last Updated on by Sampurna Samachar
સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરમાં એક નિવૃત્ત બેંક કર્મચારીની ડિજીટલ રીતે મુંબઈ પોલીસ અને CBI અધિકારીના નામની ખોટી ઓળખ કરીને ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડની ધમકી આપીને બેંક કર્મચારી પાસેથી ૯૧ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બેંક કર્મચારીએ કહ્યું કે, મને અન્ય અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને કોલ કરનારે પોતાની ઓળખ મુંબઈ પોલીસના રાજેન્દ્ર પ્રધાન તરીકે આપી હતી અને પાર્સલ વિશે પૂછપરછ કરી હતી અને કહ્યું હતું કે પાર્સલ વિશે વધુ પૂછપરછ માટે તમને બીજો કોલ આવશે. ત્યારબાદ મને અન્ય નંબર પરથી વોટ્સએપ પર વોઈસ કોલ આવ્યો અને કોલ કરનારે કહ્યું કે હું CBI નો અભિષેક પ્રધાન છું. મેં કહ્યું, મારું કેનેરા બેંકમાં કોઈ ખાતું નથી અને હું ક્યારેય મુંબઈ આવ્યો નથી, તેણે કહ્યું તમારે આ બધું સાબિત કરવું પડશે. જેના માટે તમારે તમારા બેંક ખાતાની વિગતો વગેરે તમામ નાણાકીય માહિતી આપવાની રહેશે, તેથી મેં આ માહિતી તેમને વોટ્સએપ પર આપી. પછી તેઓએ મને કહ્યું કે જ્યાં સુધી આ તપાસ ન થાય ત્યાં સુધી તમારા ખાતામાંના તમામ પૈસા અને તમારા શેર અને જે પણ FD હોય તે તમામ નાણાંકીય રકમ અમને આપવા પડશે અને જો તમે અમને આ બધા પૈસા નહીં આપો તો તમને ડિજિટલી ધરપકડ અને પોલીસ તમારા ઘરે આવશે. આ સાંભળીને હું ડરી ગયો. જેથી ગભરાઈને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.