Last Updated on by Sampurna Samachar
ભાજપ કાર્યાલયના પાર્કિંગમાં ધૂળ ખાતી સરદાર સાહેબની પ્રતિમા
કાર્યાલયના પાર્કિંગમાં જનરેટર, વાહનો અને કપડાં સુકવવાના સ્ટેન્ડ વચ્ચે લોખંડી પુરુષની પ્રતિમા ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે, જેમાંવિકાસના દાવાઓની સાથે સાથે સરદાર પટેલના નામે મતોનું રાજકારણ પણ તેજ બન્યું છે. ભાજપ સહિતના તમામ પક્ષો જ્યારે સરદાર સાહેબના આદર્શો અને વિચારોની વાતો કરી સત્તા સુધી પહોંચવાનો રસ્તો બનાવીરહ્યા છે, ત્યારે સુરતના ઉધના સ્થિત ભાજપના ‘કમલમ‘ કાર્યાલયમાંથી આઘાતજનક તસવીરો સામે આવીછે.

કાર્યાલયના પાર્કિંગમાં જનરેટર, વાહનો અને કપડાં સુકવવાના સ્ટેન્ડ વચ્ચે લોખંડી પુરુષની પ્રતિમા ધૂળખાતી હાલતમાં જોવા મળી છે. પ્રતિમાની આસપાસ પ્લાસ્ટિક અને કચરાના ખડકલાએ ભાજપના નેતાઓની કથની અને કરણી વચ્ચેનો તફાવત છતો કર્યો છે, જેને લઈને અત્યારે કાર્યકરો અને સામાન્ય જનતામાં ભારે ચર્ચાજાગી છે.
જનરેટર વચ્ચે જાણે કોઈ બિનજરૂરી સામાનની જેમ મુકાઈ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પક્ષો હવે વિકાસના મુદ્દાથી આગળ વધીને ભાવનાત્મક પ્રતીકોનાસહારે મત મેળવવાની કોશિશ કરી રહ્યા છે. પાટીદાર સહિત અન્ય સમાજને રિઝવવા માટે છેલ્લા ઘણા વર્ષોથીસરદાર પટેલના નામે મત માંગવામાં આવી રહ્યા છે. પરંતુ રાજકીય પક્ષો સરદાર પટેલ, મહાત્મા ગાંધી કે અન્યકોઈ પણ રાષ્ટ્રપુરુષના નામે મત તો માંગી રહ્યાં છે પરંતુ ભાજપના કાર્યાલયમાં આ મહાનુભવોની પ્રતિમાની સ્થિતિ ચિંતાજનક છે જેના કારણે રાજકીય પક્ષો મહાનુભવોના ઉપયોગ માત્ર મત માટે જ કરતા હોવાની ચર્ચાશરુ થઈ છે.
હાલમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામે રાજકીય લાભ ઉઠાવવાનો પ્રયાસ થઈરહ્યો છે તેમાં સુરત શહેરના ઉધના ખાતેના ભાજપ કાર્યાલયના પાર્કિંગમાં સરદાર વલ્લભભાઈ પટેલની બેપ્રતિમા કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં એક પ્રતિમા પ્લાસ્ટિકમાં લપેટીને મુકવામાં આવી છે , જ્યારેબીજી પ્રતિમા પરથી પ્લાસ્ટિકનું આવરણ કાઢી નાંખ્યું છે અને વાહનો પાર્ક થાય છે તેની પાછળ જનરેટર વચ્ચે જાણે કોઈ બિનજરૂરી સામાનની જેમ મુકાઈ છે.
આ ઉપરાંત પ્રતિમાની આજુબાજુ ફેલાયેલો કચરો, ચા-પાણીનાખાલી કપ અને બોટલ, કપડા સુકવવા માટેના સ્ટેન્ડ વચ્ચે મૂકી દીધેલી તસ્વીરમાં જોબ જોવા મળી રહી છે. જેના કારણે ચૂંટણી પ્રચારમાં જાેરશોરમાં જય સરદારના નારા તો લગાવવામાં આવે છે પરંતુ કાર્યાલયમાંમુકાયેલી પ્રતિમા કદાચ નેતાઓ ભુલી ગયા હોય તેવું લાગે છે.
ભાજપ સહિત રાજકીય પક્ષો આગામી ચૂંટણી મેળવવા મત મેળવવા માટે પ્રયાસ કરશે. સરદાર સાહેબનામૂલ્યો અને આદર્શની વાતો કરશે અને કાર્યકરો- નેતાઓને પણ શિખામણ આપશે. પરંતુ આ શિખામણઆપવામાં આવે છે તે ભાજપ કાર્યાલયના પાર્કિંગમાં સરદાર પટેલની પ્રતિમાની હાલત જાેઈ કાર્યકરો પણવિચારતા થઈ ગયા છે કે લોખંડી પુરુષ પ્રતિમાની આ હાલત છે તો ચૂંટણી પુરી થયા પછી કાર્યકરોની હાલતકેવી હશે.