Last Updated on by Sampurna Samachar
યુવક પર લગાવ્યા મરજી વિરુદ્ધ ગર્ભવતી બનાવ્યાના આરોપ
યુવતી હીનાનો કેશવ પર બળજબરીથી મૈત્રી કરાર સહી કરાવી વારંવાર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવ્યાનો આક્ષેપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
થોડા સમય અગાઉ આખા ગુજરાતમાં ચકચારી બનેલા લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુવકનું અપહરણ અને બાદમાં તેની પર આચરવામાં આવેલી ક્રૂરતાની માનવતાને શર્મસાર કરતી એક સનસનીખેજ ઘટના મામલે હવે નવો વળાંક સામે આવી રહ્યો છે.

સમગ્ર મામલે લિવ-ઇનમાં રહેતી યુવતીએ ભોગ બનનાર યુવક પર જ બળજબરીથી મૈત્રી કરારમાં સહી કરાવી તેની સાથે અનેક વાર મરજી વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાથી તે ગર્ભવતી બનાવી હોવાના આક્ષેપો કર્યા છે, જે મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરતાં આ મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
રાજસ્થાનના બિકાનેર ખાતે મૈત્રી કરાર કર્યા
ઘટનાની વિગતે વાત કરીએ તો, વાવ-થરાદના ડેડુવા ગામના કેશવ માળીને તે જ ગામની હીના નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જો કે હીનાની અન્ય જગ્યાએ સગાઈ થઈ ગઈ હતી, છતાં તે કેશવ સાથે રહેવા માંગતી હતી. જેથી કેશવ અને હીનાએ ગત માર્ચ મહિનામાં રાજસ્થાનના બિકાનેર ખાતે મૈત્રી કરાર કર્યા હતા.
બાદમાં આ પ્રેમી પંખીડા અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ત્યારે આજથી ૧૦ દિવસ અગાઉ ગત ૨જી એપ્રિલની રાત્રે હીનાના પરિવારજનો અને અન્ય શખ્સોએ અમદાવાદ વટવામાંથી બંને કેશવ અને હીનાનું અપહરણ કરી કેશવને ગંભીર માર મારતાં આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.
કેશવનો આક્ષેપ છે કે, હીનાના પરિજનોએ ૨જી એપ્રિલે તેમને અલગ-અલગ ગાડીઓમાં બેસાડી અવાવરું જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં હસમુખ માળી નામના શખ્સ સહિતના અન્ય ત્રણ-ચાર આરોપીઓએ કેશવના કપડાં ઉતરાવી, તેને નીચે પાડી રાખી ગુપ્તભાગે ટ્યુબ લગાવી હતી, સાથે કેશવને ઇન્જેક્શનની સોયો મારી અત્યંત ક્રૂરતા આચરી હતી.
એટલું જ નહીં, આરોપીઓએ તેમને છરા અને લોખંડની પાઇપ વડે ઢોર માર માર્યો હતો અને ટોયલેટનું પાણી પણ પીવડાવ્યું હતું, સાથે જ આરોપીઓએ રૂ. ૩૨,૦૦૦ રોકડ સહિત સોનાના દાગીના પણ પડાવી લીધા હતા. જે ક્રૂર ઘટનાનો વીડિયો વાયરલ થતાં આખું ગુજરાત હચમચી ઉઠ્યું હતું.
ક્રૂરતા આચર્યા બાદ હીનાના પરિવારે કેશવને તેના ઘરની બહાર છોડી મૂક્યો હતો અને બાદમાં ભોગ બનનાર કેશવે થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જે બાદ સમગ્ર મામલે તેણે પોલીસને જાણ કરતા થરાદ પોલીસે હોસિપ્ટલ પહોંચી તપાસ શરૂ કરી હતી. જાેકે હાલ આ મામલે યુવતી હિનાએ ભોગ બનનનાર કિશોર પર દુષ્કર્મ સહિતના આરોપો લગાવી ફરિયાદ નોંધાવતા મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, કેશવે તેણીએ પ્રેમજાળમાં ફસાવી, અલગ-અલગ શહેરોમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું છે. કેશવે બજબરીપૂર્વક લીવ ઇન રિલેશનશિપના ડોક્યુમેન્ટમાં સહી કરાવી હોવાનો યુવતી હિનાએ આક્ષેપ કર્યો છે.
કેશવ હિનાને હોસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં તપાસ દરમિયાન તે ગર્ભવતી (પ્રેગ્નેન્ટ) હોવાનું બહાર આવ્યું હોવાનું ખુલતા તેઓ અમદાવાદ રહેવા આવ્યા હોવાનું યુવતી હિનાનું કહેવું છે.
સમગ્ર મામલે યુવતી હિનાએ જણાવ્યું કે, કેશવે મરજી વિરુદ્ધ તેનો ફોન પણ પડાવી લઈ રાજસ્થાન અને મધ્યપ્રદેશ લઈ ગયો હતો. જેને વિવિધ હોટેલમાં અનેકવાર તેની સાથે દુષ્કર્ણ આચર્યું હતું, જેના કારણે હાલ તે ગર્ભવતી પણ બની છે.
આટલું જ નહીં આ સમગ્ર ઘટનામાં કેશવના અન્ય પરિચિતો? ટરૂવા ગામના હરચંદભાઈ દાનાજી માળી અને પીરાજી ઉમાજી માળી પણ સામેલ હોવાના આરોપો યુવતી હિનાએ કર્યા છે જે મામલે પોલીસે યુવતી હિનાની કેશવ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.