Last Updated on by Sampurna Samachar
હાર્દિક અને માહિકાના કેટલાક ફોટો વાઇરલ થયા
છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે બંને
(સંપૂર્ણ સમાચાર સેવા)
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી-મોડલ માહિકા શર્મા તેમના રિલેશનશિપની અફવાઓને કારણે છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને તેમના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. જોકે, હવે આ બંને એવા કારણોસર ચર્ચામાં છે કે સોશિયલ મીડિયા યુઝર્સ તેમને પૂછી રહ્યા છે કે શું તેમણે સગાઈ કરી લીધી છે?

હાર્દિક સતત સોશિયલ મીડિયા પર પોતાના જીવનની ખાસ પળો ફેન્સ સાથે શેર કરે છે, પછી તે ક્રિકેટ માટેની મહેનત હોય, પરિવાર સાથે સમય વિતાવવો હોય કે પછી માહિકા સાથેની રોમેન્ટિક ક્ષણો હોય. માહિકા સાથેનો તેમનો સંબંધ વધુ ગાઢ બની રહ્યો છે અને ચાહકો તેમને પરફેક્ટ કપલ કહીને સપોર્ટ કરી રહ્યા છે. હાર્દિક અને માહિકાના કેટલાક ફોટો વાઇરલ થઈ રહ્યા છે, જેમાં માહિકાના હાથમાં રિંગ દેખાઈ રહી છે. આ જ ફોટોને જોઈને ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે ક્યાંક આ બંનેએ સગાઈ તો નથી કરી લીધી?
ગયા વર્ષે ઑક્ટોબરમાં હાર્દિક – નતાશા અલગ થયા હતા
તાજેતરમાં જ હાર્દિકે ઘણા ફોટો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા, હાર્દિકે કેપ્શનમાં માય બિગ ૩ લખ્યું છે, જેમાં ક્રિકેટ, તેનો પુત્ર અગસ્ત્ય અને માહિકાને તેના જીવનના ત્રણ સૌથી મોટા ખજાના ગણાવ્યા છે. આ સાથે જ બ્લુ હાર્ટ ઇમોજી, એક ઓમ ઇમોજી અને એક ક્રિકેટ બેટ ઇમોજી પોસ્ટ કર્યા હતા. આ ઉપરાંત, ક્રિકેટરે એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તે માહિકા સાથે પૂજા કરતો જોવા મળ્યો હતો.

વળી, એક અન્ય વીડિયોમાં તે માહિકા સાથે જીમ કરતા દેખાયો હતો. એક યુઝરે કમેન્ટ કરી કે, એવું લાગે છે કે તે પોતાનો સંબંધ જાહેરમાં બતાવી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું કે, મને ખબર નથી કે સગાઈ કરી કે નહીં, પરંતુ બંને સાથે સારા લાગે છે. એક અન્ય યુઝરે લખ્યું, જ્યારે માહિકાએ આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, ત્યારે મને પણ લાગ્યું કે બંનેએ સગાઈ કરી લીધી છે.
જણાવી દઈએ કે આ વર્ષે ઑક્ટોબરમાં હાર્દિકે માહિકા સાથેનો પોતાનો સંબંધ કન્ફર્મ કર્યો હતો. ત્યારથી આ બંને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ફોટો શેર કરી રહ્યા છે. આ પહેલા હાર્દિકે નતાશા સાથે લગ્ન કર્યા હતા અને તેમનો એક દીકરો પણ છે. જોકે, ગયા વર્ષે ઑક્ટોબરમાં બંને અલગ થઈ ગયા હતા.