Last Updated on by Sampurna Samachar
અગાઉ આવો અનુભવ જામકંડોરણાના ખેડૂતને પણ થઇ ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં ફરી એકવાર ખાતરમાંથી પથ્થર મળ્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ધોરાજીમાં DAP ખાતરમાંથી પથ્થર નીકળતા ચકચાર મચી ગઈ છે. તલનું વાવેતર કરવા માટે ખેડૂતે DAP ખાતર લીધું હતું. DAP ખાતરની થેલી ખોલતા જ ખાતરની સાથે પથ્થર પણ નીકળ્યા હતા. અગાઉ જામકંડોરણાના ખેડૂતને પણ આવો જ અનુભવ થયો હતો.
ખાતરની થેલીમાંથી નીકળેલા પથ્થરોનો ખેડૂતે વિડીયો પણ બનાવ્યો હતો. સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરીને કૃષિમંત્રીને વિનંતી કરી હતી. તેની સાથે તેણે ખાતરમાં ભેળસેળ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ખેડૂતે DAP ખાતર ધોરાજીના સરદાર ડેપોમાંથી ખરીદ્યુ હતુ. ખાતરમાં પુષ્કળ પ્રમાણમાં નીકળેલા પથ્થરોનો વિડીયો વાઇરલ થયો છે.
આ તો રીતસર ખેડૂતોના નસીબના જાણે પથરા હોવાનો સંદેશ આપવામાં આવી રહ્યો હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. તેની સાથે આ સીધો DAP ખાતરની ચોરીનો કેસ બની રહ્યો છે. DAP ને ચોરીને સ્થાનિક સ્તરે ઔદ્યોગિક એકમોને વેચી દેવાય છે. જ્યારે ખેડૂતોને આ રીતે પથરા ભરીને આપી દેવાય છે. હાલમાં આ સ્થિતિ છે તો જાણો અગાઉ કેવા પ્રકારની સ્થિતિ હશે.