Last Updated on by Sampurna Samachar
ભારતીય ક્રિકેટરોએ મસુરીમાં લગ્નમાં આપી હાજરી
ધોનીના ડાન્સનો વિડીયો વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સ્ટાર ક્રિકેટર રિષભ પંતની બહેન સાક્ષી પંતના લગ્ન છે. ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ રમીને પરત ફરેલો તેનો ભાઈ પંત મસૂરી પહોંચ્યો હતો. જ્યાં પૂર્વ ભારતીય ક્રિકેટર એમ.એસ ધોની તેની પત્ની સાથે મસૂરી પહોંચ્યા હતા. તેમજ સુરેશ રૈના પણ તેની પત્ની સાથે લગ્ન સમારોહમાં પહોંચી ગયો હતો.
લગ્નની વાત કરીએ તો મહેંદી સેરેમનીમાં એમએસ ધોનીના ઠુમકાએ રંગ જમાવ્યો હતો. જે ધોનીના ડાન્સનો વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. રિષભ પંતની બહેનની મહેંદી સેરેમનીમાં ધોનીએ બ્લેક રંગનો ડિઝાઈનર કૂર્તો પહેર્યો હતો.
IPL કેમ્પમાં જોડાશે ધોની
રૈનાએ પણ બ્લેક કૂર્તો પહેર્યો હતો. ધોનીની પત્ની સાક્ષી ચમકતા ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. મહેંદી સેરેમનીમાં ધોનીએ રિષભ પંત, સુરેશ રૈના અને તેના મિત્રો સાથે ગોળ રાઉન્ડ બનાવીને ખૂબ ઠુમકા લગાવ્યા. વીડિયોમાં ધોની, પંત, રૈના તેમના કેટલાક મિત્રો ‘દમા દમ મસ્ત કલંદર‘ ગીત પર નાચતા દેખાઈ રહ્યા છે.
રિષભ પંતની બહેન સાક્ષી પંતના લગ્ન મસૂરીની એક હોટલમાં થઈ રહ્યા છે. એમએસ ધોની આગામી IPL (IPL ૨૦૨૫) માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે. લગ્ન સમારોહમાં આવતા પહેલા તે પ્રેક્ટિસ કરતો હતો, હવે અહીંથી પરત ફર્યા પછી તે ફરીથી IPL કેમ્પમાં જોડાશે. IPL માં ચેન્નાઈ સુપર કિંગ્સનો પહેલો મુકાબલો ૨૩ માર્ચે મુંબઈ ઇન્ડિયન્સ સાથે છે. આ વખતે રિષભ પંત પણ નવી ટીમ માટે રમી રહ્યો છે. દિલ્હીનો કેપ્ટન રહેલો પંત આ વખતે લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમશે. ઓક્શનમાં ફ્રેન્ચાઈઝીએ રિષભ પંતને ૨૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.