રસ્તા પર કામ ચાલુ છતાં કોઇ સાઇન બોર્ડ કે નિશાન નહીં જેનાથી લોકોમાં રોષ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના ધંધુકામાં અણિયાળી-સાલાસર રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવાનનું નાળામાં ભરાયેલા પાણીમાં ડૂબી જતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાયો છે.
મળતી માહિતી અનુસાર ધંધુકા તાલુકામાં ૨૨ વર્ષીય યુવાનનું બાઈક સાથે પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. ત્રણ વર્ષથી માર્ગ પર બે નાળાઓના કામ અધૂરા રહેવાથી આવતાજતા લોકોને ઘણી તકલીફો ભોગવવી પડી છે. સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે. રોડના કામ ચાલી રહ્યા છે ત્યારે કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી છે.
રોડ પર કામ ચાલુ હોવા છતાં સ્પીડ બ્રેકર, સાઇનિંગ બોર્ડ નહીં મૂકતા વાહનચાલકોને તેની માઠી અસર વેઠવી પડી છે. માહિતી મુજબ આ માર્ગ પર અગાઉ ૫ થી ૬ અકસ્માત થઈ ચુક્યા છે. જો માર્ગનું કામ ઝડપથી પૂરું નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે