Last Updated on by Sampurna Samachar
બંને કારની જોરદાર ટક્કરમાં ૫ લોકોના મોત
અકસ્માતને કારણે બે કલાકનો ટ્રાફિક જામ સર્જાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના બિકાનેરમાં સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે અથડામણમાં ૫ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ એક કારમાં ૪ શ્રદ્ધાળુઓ ખાટુ શ્યામથી દર્શન કરીને પરત આવી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે જીવ ગુમાવનારા બિકાનેરના રહેનારા હતા. કારમાં એટલી જોરદાર ટક્કર વાગી કે ૨ લોકો તો કારના કાચ તૂટી જતા બહાર રસ્તા પર આવી પડ્યા હતા. મૃતદેહને કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
મળતી માહિતી મુજબ ખાટુ શ્યામના દર્શન કરીને બિકાનેર પરત ફરી રહેલ કાર અને બીજી અન્ય કાર વચ્ચે જોરદાર ટક્કર થતા મોટો ગમખ્વાર અકસ્માત થયો હતો. બંને કારમાં કુલ ૯ લોકો હતા. જેમાં કરણ, દિનેશ, મદન અને સુરેન્દ્રના તો ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. એક ઇજાગ્રસ્તને બિકાનેર હોસ્પિટલ લઇ જતી વખતે જ મોત થયું. ઘટનાને પગલે લગભગ ૨ કલાકનો ટ્રાફિક જામ સર્જાયો હતો.
આ હાઇવે પર અગાઉ પણ થયા છે અકસ્માતો
પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડીને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. તપાસ કરવામાં આવી રહી છે કે શું ડ્રાઇવર નશામાં હતા ? આ હાઇવે પર પહેલા પણ એક્સિડન્ટ થયો છે. હાઇસ્પીડ અને ટ્રાફિક નિયમોની અવગણના કરવાને કારણે અકસ્માતના બનાવો બને છે.