મુંબઈના આઝાદ મેદાનમાં બોલિવૂડના ઘણા સુપરસ્ટાર્સ પણ મુખ્યમંત્રીના પહોંચ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના આઝાદ મેદાનમાં મહારાષ્ટ્રના CM તરીકે શપથ લીધા. આવી સ્થિતિમાં બોલિવૂડના ઘણા સુપરસ્ટાર્સ પણ મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા શાહરૂખ ખાન, સલમાન ખાન અને સંજય દત્ત સહિત ઘણા સ્ટાર્સ આવ્યા હતા. કાળો કોટ અને પેન્ટ પહેરીને શાહરૂખ ખાને ઈવેન્ટમાં ધાંસુ એન્ટ્રી કરી હતી. શાહરૂખ ખાન રણવીર સિંહ અને રણબીર કપૂરને ગળે લગાવતો જોવા મળ્યો હતો.
સલમાન ખાને મરૂન શર્ટ અને ડાર્ક ચશ્મા સાથે બ્લેક કોટ-પેન્ટ પહેરીને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. તે ચુસ્ત સુરક્ષા સાથે સ્થળ પર પહોંચતો જાેવા મળ્યો હતો. બ્લેક શેરવાની પહેરીને રણવીર સિંહે મહારાષ્ટ્રના સીએમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. સ્થળ પર તે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા અંબાણી સાથે ગળે મળીને વાત કરતો જોવા મળ્યો હતો.
રણબીર કપૂર પણ સફેદ આઉટફિટમાં જોવા મળ્યો હતો. માધુરી દીક્ષિતે તેના પતિ નેને સાથે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. આ સિવાય સંજય દત્ત અને મનીષ પોલ પણ આ ઈવેન્ટનો ભાગ હતા. મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે મહાયુતિ ગઠબંધનની નવી સરકારની રચના કરવામાં આવી હતી. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં એક ભવ્ય સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ સાથે નવી સરકારમાં ફરીથી બે ડેપ્યુટી સીએમની નિમણૂક કરવામાં આવી છે. શિવસેના પ્રમુખ એકનાથ શિંદે અને NCP પ્રમુખ અજિત પવારને ડેપ્યુટી સીએમની જવાબદારી મળી છે.