Last Updated on by Sampurna Samachar
ઘર અને ઓફિસનું એક્ઝેટ લોકેશન જોઈ શકાશે
DIGI પિનના ૧૦ અક્ષરના આલ્ફાન્યુમરિક કોડ રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં કોઇને હવે કોઇ પણ પ્રકારનુ એડ્રેસ શોધવામાં કોઇ ફાંફાં પડશે નહિં. કેમ કે કેન્દ્ર સરકારના પોસ્ટલ ડિપાર્ટમેન્ટે DIGI પિન વિકસાવી છે. જેમાં દરેક વ્યક્તિ પોતાના ઘર અને ઓફિસનો અલગ DIGI પિન જનરેટ કરી શકશે. આ DIGI પિનને કારણે ઘર અને ઓફિસનું એક્ઝેટ લોકેશન જોઈ શકાશે.
એડ્રેસ શોધવા માટે કોઈને પણ પૂછવાની જરૂર ઊભી થશે નહિ. એકવાર તમે તમારો DIGI પિન ડેવલપ કરી લેશો તો પછી પોસ્ટલ એડ્રેસમાં તમારે પિનકોડ લખવાની જફા પણ કરવી પડશે નહિ. આ DIGI પિનના ૧૦ અક્ષરના આલ્ફાન્યુમરિક કોડની મદદથી તમારા ઘરનું એકદમ ચોક્કસ લોકેશન જાણી શકાશે.
ડિલીવરી આપવાની કામગીરી ઝડપી બની જશે
ભારત સરકારના પોસ્ટ ડિપાર્ટમેન્ટે DIGI પિન ડેવલપ કરી છે. તેની પાછળનો મૂળભૂત હેતુ તમારી કોઈપણ વસ્તુની ડિલીવરી એકદમ સરળતાથી થઈ જાય તે જોવાનો છે. એડ્રેસ શોધવા માટે કોઈને પૂછવાની કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની તકલીફથી છુટકારો મળશે.
DIGI પિન ૧૦ અક્ષર આલ્ફાન્યુમરિક કોડ એટલે કે અને આંકડા અને અક્ષરનો મિક્સ કોડ છે. આ કોડ પ્રોપર્ટીનું અત્યંત ચોકસાઈપૂર્ણ લોકેશન બતાવે છે. અત્યાર સુધી ચાલી રહેલી પિનકોડ સિસ્ટમમાં બહુ જ મોટા એરિયામાં આવેલી મિલકતોમાંથી તમારી મિલકત કઈ છે તે શોધી કાઢવાની ઝંઝટ કરવી પડતી હતી. હવે DIGI પિનથી ઘર કે ઓફિસનો એક્ઝટ લોકેશન જાણી શકાય છે.
DIGI પિન જનરેટ કરવા માટે સરકારની વેબસાઈટ પર જઈને તેના પર તમારા ઘરનું કે ઓફિસનું લોકેશન શોધી કાઢીને તમે પોતે જ તમારો યુનિક કોડ જનરેટ કરી શકશો. યુનિક કોડ જનરેટ થઈ ગયા પછી દૂરસુદૂરના કે ગામડાંના અંતરિયાળ વિસ્તારમાં પણ ઘર શોધવામાં તકલીફ પડશે નહિ.
ઓનલાઈન શોપિંગ કરનારા, લોજિસ્ટિકની એટલે કે માલની હેરફેર કરવાની સેવા પૂરી પાડનારાઓ અને કોઈ ઈમરજન્સીમાં કોઈને ફોન કર્યો હોય તો ૧૦૮ જેવી સુવિધા આપનારાઓને ઘર કે ઓફિસ કે જે તે લોકેશન શોધી કાઢવામાં જરાય તકલીફ પડશે નહિ. એડ્રેસ પર ડિલીવરી કરવામાં અત્યારે જે ભૂલ થાય છે તે ભૂલ થવાની સંપૂર્ણપણે અટકી જવાની સંભાવના છે.
ઓનલાઈન વસ્તુની ખરીદી કરનાર DIGI પિન આપી દે તો તેમણે મંગાવેલા પ્રોડક્ટ્સની ડિલીવરી બીજે થવાની સંભાવના નહિવત થઈ જશે. ડિલીવરી આપવાની કામગીરી ઝડપી બની જશે. DIGI પિન રાષ્ટ્રીય સ્તરની જિયો (ભોગોલિક વિસ્તારના કોડ) કોડેડ એડ્રેસ સિસ્ટમ છે. DIGI પિન વાસ્તવિક લોકેશનની એકદમ નજીક એટલે કે દસથી પંદર ફૂટ સુધીના અંતરે પહોંચાડી શકશે. અક્ષાંશ અને રેખાંશને આધારે DIGI પિન લોકેશન ફિક્સ કરતી હોવાથી એડ્રેસ શોધવામાં તકલીફ પડતી નથી.
વર્તમાનમાં પિનકોડ નંબરને આધારે એડ્રેસ શોધવું પડે છે. ગૂગલ મેપ કરતાંય વધુ ચોકસાઈથી DIGI પિન લોકેશન સુધી લઈ જાય છે. ગામડાં કે જંગલ વિસ્તારના કે સમુદ્રની વચ્ચે આવેલા એડ્રેસનું લૉકેશન પણ શોધી શકે છે. ડીજીપિનનો ઉપયોગ કરનારનું ટપાલ માટેની સરનામું બદલાઈ જશે નહિ. હા DIGI પીન જનરેટ કરી દિહ પછી એડ્રેસને વધુ સ્પેસિફિક બનાવવું પડશે નહિ.
પિન કોડ તમને વિસ્તારમાં, શેરી સુધી લઈ જઈ શકે છે. પરંતુ DIGI પિન તમારા ઘર કે ઓફિસથી ૧૨ થી ૧૫ ફૂટના અંતર સુધી ટપાલીને કે ડિલીવરી મેનને લઈ જઈ શકે છે. ટ્રાન્સપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા લોકો માટે DIGI પિન વધુ અનુકૂળ બને તેવી સંભાવના છે.
હવે દરેક ઘર માલિક કે ઓફિસ માલિક પોતાનો ડીજીકોડ ઓનલાઈન જનરેટ કરી શકશે. ડીજીકોડ કે DIGI પિન એ ડિજિટલ પોસ્ટલ ઈન્ડેક્સ નંબર છે. સરકારે તેને માટે વેબસાઈટ ચાલુ કરી છે. આ વેબસાઈટ પર જઈને દરેક વ્યક્તિ પોતાનો ડીજીકોડ જનરેટ કરી શકશે. તેને માટે દરેક વ્યક્તિએ ડીજીપિન પોર્ટલ ૧૦ આંકડાના કોમ્બિનેશનવાળો ડીજીપિન જનરેટ કરવાનો રહેશે.
ડીજીપિન જનરેટ કરનારનું જિયોલોકેશન આધારિત એક્ઝેટ એડ્રેસ જાણીને એકદમ ચોકસાઈ સાથે તે ઘરે પહોંચીને ટપાલની કે ઓનલાઈન મંગાવેલી વસ્તુઓની ડિલીવરી આપી શકાય છે. ડીજીપિન માટે ટપાલ ખાતાએ ડીજીપિન જનરેટ કરવાની સુવિધા આપી છે. બંને પ્લેટફોર્મ ભારત સરકારના પોસ્ટલ વિભાગે ડેવલપ કરેલા છે. IIT હૈદરાબાદ અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર હેઠળ કામ કરતાં નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના સહયોગથી આ DIGI પોર્ટલ વિકસાવવામાં આવેલા છે.