Last Updated on by Sampurna Samachar
સિદ્ધાર્થના લગ્ન પ્રસંગે પરિણીતિ અને પ્રિયંકા એકસાથે જોવા મળ્યા નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થનાં લગ્ન તાજેતરમાં થયાં છે. ત્યારે લગ્ન પ્રસંગે એક પણ પ્રિ વેડિંગ વિધિ વખતે પરિણીતિ હાજર રહી ન હતી. તે પરથી બંને બહેનો વચ્ચે અણબનાવની વાત ચાલી હતી. જોકે બાદમાં છેક લગ્ન વિધિ વખતે પરિણીતિ તેના પતિ રાઘવ ચઢ્ઢા સાથે થોડા સમય માટે હાજર રહી હતી.
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર જુદા જુદા લોકો દ્વારા મૂકાયેલા આ લગ્ન પ્રસંગની એક પણ તસવીરમાં પ્રિયંકા અને પરિણીતિ એક પણ વખત એક સાથે જોવા મળ્યાં નથી. તે પરથી ચાહકો અટકળ લગાવી રહ્યા છે કે કદાચ પરિણીતિએ કૌટુંબિક ઔપચારિકતા ખાતર માત્ર લગ્નની રસમ વખતે હાજરી આપી હતી. પરંતુ તે સિવાય હજુ પણ પ્રિયંકા ચોપરા સાથે તેનો અણબનાવ યથાવત છે. પ્રિયંકા તેનાં લગભગ તમામ સ્વજનો સાથે જુદા જુદા ફોટામાં દેખાય છે. બીજી તરફ પરિણીતિની માતા રીની ચોપરાએ મૂકેલા ફોટાઓમાં પણ ક્યાંય પરિણીતિ અને પ્રિયંકા સાથે દેખાતાં નથી.