Last Updated on by Sampurna Samachar
Contents
સોનિયા ગાંધીએ વર્ષ ૧૯૮૩માં ભારતીયતા મેળવી
વિકાસ ત્રિપાઠી નામના વકીલ દ્વારા દાખલ કરાઇ અરજી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે નાગરિકતા મામલે નોટિસ ફટકારી છે. વિકાસ ત્રિપાઠી નામના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મામલે કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.

નોંધનીય છે કે અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સોનિયા ગાંધીએ વર્ષ ૧૯૮૩માં ૩૦મી એપ્રિલે ભારતની નાગરિકતા મેળવી હતી. જોકે તે પહેલા ૧૯૮૦ ની દિલ્હીના મતદારોની યાદીમાં તેમનું નામ હતું. જે બાદમાં ૧૯૮૨માં ડિલીટ કરવામાં આવ્યું.
સોનિયા ગાંધીનો ૭૯ મો જન્મદિન
અરજીમાં સવાલ કરાયો છે કે શું મતદાર યાદીમાં કોઈ છેતરપિંડી કરાઈ હતી? શું ખોટા દસ્તાવેજો આપવામાં આવ્યા હતા? સોનિયા ગાંધીનો ૭૯ મો જન્મદિન પણ છે. વડાપ્રધાન મોદીએ તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શુભકામનાઓ પાઠવી હતી.