Last Updated on by Sampurna Samachar
દિલ્હીની ખાનગી શાળાની ફી વધારા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય
લાખો વાલીઓ અને વિદ્યાર્થીઓને રાહત મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીની ખાનગી શાળાઓમાં ફી વધારા મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં હવે સુપ્રીમ કોર્ટની એન્ટ્રી થઈ છે. દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે ખાનગી શાળાઓની ફીનું નિયમન કરતો નવો કાયદો શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન લાગુ કરવામાં આવશે નહીં. આ નિવેદનથી લાખો વાલીઓ અને વિદ્યાર્થીઓને તાત્કાલિક રાહત મળવાની આશા જાગી છે.

આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટની જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચ સમક્ષ કરવામાં આવી હતી. દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે દિલ્હી સ્કૂલ એજ્યુકેશન એક્ટ, ૨૦૨૫, ચાલુ શૈક્ષણિક વર્ષમાં અમલમાં લાવવામાં આવશે નહીં.
આ મુદ્દાઓ પર પ્રથમ સ્તરે હાઈકોર્ટે ચર્ચા કરવી જોઇએ
દિલ્હી સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ બેન્ચને જણાવ્યું હતું કે આ કાયદો ચાલુ શૈક્ષણિક વર્ષમાં લાગુ થશે નહીં. બેન્ચે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ તમામ મુદ્દાઓ ઉઠાવવાની સ્વતંત્રતા આપી હતી, જે ૨૦૨૫ના કાયદા અને તેના પછીના નિયમોને પડકારતી અરજીઓની સુનાવણી કરી રહી છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ તમામ મુદ્દાઓ ઉઠાવવાની સ્વતંત્રતા આપી છે. હાલમાં દિલ્હી હાઈકોર્ટ સમક્ષ ૨૦૨૫ના કાયદા અને તેના હેઠળ ઘડાયેલા નિયમોને પડકારતી અનેક અરજીઓની સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે આ મુદ્દાઓ પર પ્રથમ સ્તરે હાઈકોર્ટ દ્વારા વિગતવાર ચર્ચા થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટ એવી અરજીઓની પણ સુનાવણી કરી રહી હતી જેમાં દિલ્હી હાઈકોર્ટના ૮ જાન્યુઆરીના આદેશને પડકારવામાં આવ્યો છે. આ આદેશમાં હાઈકોર્ટે ખાનગી શાળાઓને ફી નિયમન સમિતિઓ રચવા માટેના નોટિફિકેશન પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.
જોકે, હાઈકોર્ટે આવી સમિતિઓની રચનાની સમયમર્યાદા લંબાવી હતી.સુપ્રીમ કોર્ટ અનેક અરજીઓની સુનાવણી કરી રહી હતી, જેમાં હાઈકોર્ટના ૮ જાન્યુઆરીના આદેશને પડકારતી અરજીઓ સામેલ હતી, જેમાં ખાનગી શાળા ઓને ફી નિયમન સમિતિઓની રચના કરવાના નિર્દેશના નોટિફિકેશન પર રોક લગાવવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
પરંતુ આવી સમિતિઓની રચના માટેની સમયમર્યાદા લંબાવવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, આ કેસમાં હાજર રહેલા વકીલોમાંના એક વકીલે કહ્યું કે હાઈકોર્ટે આ મુદ્દે વહેલી તકે ર્નિણય લેવો જોઈએ કારણ કે તેમાં ઘણી શાળાઓ અને લાખો બાળકો સામેલ છે. સુપ્રીમ કોર્ટ આ વાત જાણે છે.