Last Updated on by Sampurna Samachar
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય
બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકોનો મૃત્યુઆંક ૧૩ થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં આતંકી ષડયંત્રની ગંભીર આશંકા વચ્ચે એક ભયાનક બ્લાસ્ટની ઘટના સામે આવી. ૧૦ નવેમ્બરની સાંજે લાલ કિલ્લાથી માત્ર ૩૦૦ મીટર દૂર મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં શરૂઆતમાં ૮ લોકોના મોત થયા હતા. જેનાથી સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો.

જેનો મૃત્યુઆંક વધીને ૧૩ પર પહોંચી ગયો છે. હવે આ ગંભીર કેસની તપાસ હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી છે, જે આ મામલે આતંકી કાવતરાના એંગલથી તપાસ શરૂ કરશે.
ડૉક્ટર સજ્જાદ અહેમદ માલાની ધરપકડ
અહેવાલો અનુસાર, દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ર્નિણય લીધો છે અને તપાસ NIA ને સોંપી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં વિસ્ફોટની તપાસ NIA પાસે કરાવવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.

દિલ્હી પોલીસના અહેવાલ અનુસાર, દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મૃતકાંક વધીને ૧૨ થઇ ગયો છે. જોકે હજુ સુધી મૃતકોની ઓળખ થઇ શકી નથી. કેમ કે બ્લાસ્ટને કારણે લોકોના શરીરના ચીથરાં ઉડી ગયા છે. જેના કારણે તેમની ઓળખ કરવા માટે લાંબી પ્રક્રિયા હાથ ધરવી પડે એમ છે.
માહિતી અનુસાર દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ મામલે જમ્મુ-કાશ્મીરમાં ડૉ. ઉમરના મિત્ર ડૉક્ટર સજ્જાદ અહેમદ માલાની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ધરપકડ પુલવામાથી કરવામાં આવી હતી. મોહમ્મદ ઉમર હજુ સુધી પોલીસને હાથ લાગ્યો નથી. એવું કહેવાય છે કે દિલ્હી બ્લાસ્ટમાં જે કાર વપરાઈ હતી તેમાં તે હાજર હતો અને તે મૃત્યુ પામી ગયો હોઈ શકે છે. જોકે આ હજુ તપાસનો વિષય છે.