Last Updated on by Sampurna Samachar
વિશ્વ મહિલા દિવસે સરકાર કરી શકે જાહેરાત
અરજીની પ્રક્રિયા અંગે હજુ કોઇ સ્પષ્ટતા નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર ભાજપ સરકાર મહિલાઓને મોટી ભેટ આપવા જઇ રહી છે. દિલ્હી (DILHI) ની ભાજપ સરકારે કહ્યું છે કે મુખ્યમંત્રી રેખા ગુપ્તા ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર મહિલાઓના ખાતામાં ૨૫૦૦ રૂપિયા મોકલવાની યોજના શરૂ કરી શકે છે.

ભાજપે ચૂંટણી પહેલા જ વચન આપ્યું હતું કે દિલ્હીની જરૂરિયાતમંદ મહિલાઓના ખાતામાં ૨૫૦૦ રૂપિયા મોકલવા માટે મહિલા સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ યોજના મહિલા સન્માન યોજના જેવી જ હશે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ માટે અરજીની પ્રક્રિયા શું હશે અને કેવી રીતે અરજી કરી શકાશે.
આ અંગે દિલ્હી ભાજપ સરકારની કોઇ સ્ષટતા નહીં
દિલ્હી સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સહાયની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવાની યોજના બનાવી રહી છે. ૮ માર્ચે રાષ્ટ્રીય રાજધાનીના છત્રસાલ સ્ટેડિયમ ખાતે યોજાનાર કાર્યક્રમ દરમિયાન કેટલાક પાત્ર લાભાર્થીઓને નાણાકીય સહાય મળી શકે છે.
દિલ્હીની કેટલીક મહિલાઓને દર મહિને ૨૫૦૦ રૂપિયાનો લાભ મળશે તે અંગે દિલ્હીની ભાજપ સરકારે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. જોકે એવો અંદાજ છે કે આ યોજનાના લાભાર્થીઓના પણ દિલ્હીની અન્ય યોજનાઓની જેમ જ હશે.
આવી સ્થિતિમાં સરકારી નોકરીમાં કામ કરતી મહિલાઓ, આવકવેરો ભરતી મહિલાઓ અથવા દિલ્હીની અન્ય કોઈ યોજનાનો લાભ લેતી મહિલાઓને દર મહિને ૨૫૦૦ રૂપિયાનો લાભ નહીં મળે. દિલ્હીમાં પહેલેથી જ ચાલી રહેલી ઘણી યોજનાઓ અને સેવાઓ માટે તમારે ફક્ત ઇ-ડિસ્ટ્રિક્ટ પોર્ટલ દ્વારા જ અરજી કરવાની રહેશે.
પરંતુ તમે ત્યારે જ અરજી કરી શકો છો જ્યારે તમારી પાસે ઈ-ડિસ્ટ્રિક્ટ પોર્ટલ પર નોંધણી માટે યુઝર આઈડી અને પાસવર્ડ હોય. તમે યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા જ લોગીન કરી શકશો. આ પછી જ દિલ્હી સરકારના તમામ વિભાગોની યોજનાઓ અને સેવાઓ માટે અરજી કરવાનો વિકલ્પ ખુલશે.