લોકોની સારવાર કરીને આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનો ખુલાસો
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાપી જિલ્લા SOG એ નિઝર તાલુકાના ખોડદા ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે ખોરદા પટેલ ફળિયામાં રહેતા સુભાષ પાટીલ નામના બોગસ ડોક્ટરને પકડી પાડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, સુભાષ પાટીલ નામના બોગસ ડોક્ટર ખોડદા ગામે પટેલ ફળિયામાં પોતાનાં મકાનમાં બીમાર લોકોને એલોપેથિક દવા આપી સારવાર કરતો હતો. ત્યારે ડિગ્રી વગર ક્લિનિક ચલાવનારા બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. લોકોની સારવાર કરીને આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે એલોપથી દવા કબજે કરીને મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.