Last Updated on by Sampurna Samachar
BCCI એ આ વખતે ઓપનિંગ સેરેમની ન યોજવાનો લીધો ર્નિણય
જીતના જશ્ન દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગમાં ૧૧ નિર્દોષ લોકોના મોત થયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ૨૦૨૬ શરૂ થાય તે પહેલાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. અપડેટ સામે આવી છે. મીડિયાઅહેવાલ મુજબ, BCCI એ આ વખતે ઓપનિંગ સેરેમની ન યોજવાનો ર્નિણય લીધો છે.

આનો મતલબ કેચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RBI અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે યોજાનારી મેચ પહેલા કોઈપણ પ્રકારનાઉજવણીના કાર્યક્રમો યોજાશે નહીં. દર વર્ષે IPL ઓપનિંગ મેચ પહેલા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં સ્ટાર કલાકારો, ગાયકો અને ડાન્સરો દ્વારા પ્રદર્શન કરવામાં આવે છે.
વર્ષે ઓપનિંગ મેચ પહેલા મૌન પાળવાનું નક્કી કર્યું
૨૦૨૫માં RCB ટીમે તેમની પ્રથમ ચેમ્પિયનશિપ જીતીને ૧૭ વર્ષના ટાઇટલ દુષ્કાળનો અંત લાવ્યો હતો. કે, જીતના જશ્ન દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગમાં ૧૧ નિર્દોષ લોકોના મોત થયા હતા.
ત્યારે આ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવા માટે RCB એ આ વર્ષે ઓપનિંગ મેચ પહેલા મૌન પાળવાનું નક્કી કર્યું છે. વધુમાં સ્ટેડિયમની અંદરની ૧૧ સીટ તેમની યાદમાં કાયમ માટે ખાલી રહેશે. અહેવાલો અનુસાર, આદુ:ખદ ઘટનાને કારણે જ BCCI એ આ ર્નિણય લીધો છે. ગયા વર્ષે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાંઓપનિંગ સેરેમની યોજાઈ હતી.
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું કે, ગયા વર્ષે ૪ જૂને બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને કારણે આ વખતે IPL શરૂઆતમાં કોઈ પણ કાર્યક્રમ યોજાશે નહીં. BCCI ટુર્નામેન્ટની શરૂઆત નિમિત્તે કોઈપણ સાંસ્કૃતિક કેમનોરંજન કાર્યક્રમનું આયોજન કરશે નહીં. BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલ આ વખતે ભવ્ય ક્લોઝિંગસેરેમની તૈયારી કરી રહ્યા છે. આ કાર્યક્રમ ૩૧ મેના રોજ ફાઇનલના દિવસે યોજાશે.