Last Updated on by Sampurna Samachar
સુપ્રીમ કોર્ટે મહત્વના કેસની સુનાવણી આપી
આવા ચાલકોના મૃત્યુ પર પરિવારને વળતર મળશે નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે એક મહત્વના ર્નિણયમાં કહ્યું કે, જો કોઈ ડ્રાઈવર પોતાની લાપરવાહી કે સ્પીડમાં વાહન કે સ્ટંટ કરી અથવા ખોટી રીતે વાહન ચલાવવાથી મૃત્યું થાય છે. તો તેના પરિવારને વળતર ચૂકવવા માટે બંધાયેલી રહેશે નહીં. આ ર્નિણય સ્પીડમાં વાહન ચલાવનારા અથવા સ્ટંટ કરનારાઓનું ધ્યાન ખેંચવા માટે એક કડક સંદેશ માનવામાં આવી રહ્યો છે.
જસ્ટિસ પી.એસ,નરસિમ્હા અને આર.મહાદેવનની બેંચે એક મામલામાં મૃતકની પત્ની, દીકરો અને માતા-પિતા દ્વારા દાખલ કરાયેલ વળતરની માંગને ફગાવી દીધી હતી. પહેલા પણ સુપ્રીમ કોર્ટે આવા કેસોમાં વળતરની માંગણીઓને ફગાવી દીધી છે. કોર્ટે આ ર્નિણય એક વ્યક્તિ સાથે જોડાયેલા કેસમાં આપ્યો છે.
બેદરકારી અને સ્પીડમાં કાર ચલાવવાથી થયું મૃત્યુ
જે સ્પીડ અને બેદરકારીથી કાર ચલાવી અકસ્માતનો શિકાર બન્યો હતો. આ અકસ્માત ૧૮ જૂન ૨૦૧૪ના રોજ થયો હતો. જ્યારે એન.એસ રવિશ પોતાની કાર થી કર્ણાટક સ્થિત મલ્લાસાંદ્રા ગામથી અરસીકેરે શહેર જઈ રહ્યો હતો. તેની સાથે તેની બહેન, પિતા અને બાળકો પણ હતા. રવિશે સ્પીડમાં અને લાપરવાહીથી ગાડી ચલાવી અને ટ્રાફિકના નિયમો તોડ્યા હતા. માયલાનહલ્લી ગેટની પાસે તેમણે ગાડી પર કાબુ ગુમાવ્યો હતો. જેનાથી કાર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં રવિશ ગંભીર રીતે ઘાયલ થતાં તેનું મૃત્યું થયું હતુ.
રવિશના પરિવારે યુનાઈટેડ ઈન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની પાસેથી ૮૦ લાખ રૂપિયાના વળતરની માંગણી કરી હતી. પરિવારનો દાવો છે કે કોન્ટ્રાક્ટર તરીકે, રવિશ દર મહિને ૩ લાખ રૂપિયા કમાતો હતા. પરંતુ પોલીસની ચાર્જશીટમાં એ સ્પષ્ટ કહેવામાં આવ્યું હતુ કે, આ અકસ્માત રવિશની બેદરકારી અને સ્પીડમાં કાર ચલાવવાથી થયું છે. મોટર એક્સીડન્ટ ટ્રિબ્યુનલે પરિવારની માંગને રદ્દ કરી હતી. કર્ણાટક હાઈકોર્ટે પણ ૨૩ નવેમ્બર ૨૦૨૪ના રોજ પરિવારની અપીલ નકારી કહ્યું જ્યારે અકસ્માત મૃતકની ભૂલથી થાય છે. તો પરિવાર વીમા વળતરની માંગણી કરી શકતો નથી.
હાઈકોર્ટે કહ્યું પરિવારએ સાબિત કરવું પડશે કે, આ અક્સ્માત મૃતકની ભૂલથી થયો નથી. અને જે વીમા પૉલિસીના દાયરામાં હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ર્નિણયને માન્ય રાખ્યો અને પરિવારની અરજી ફગાવી દીધી.કોર્ટે સ્પષ્ટ કર્યું કે, જો ડ્રાઈવરનું મૃત્યું પોતાની ભૂલથી થયું છે અને તેમાં કોઈ અન્ય કારણ સામેલ નથી. તો વીમા કપની વળતર ચૂકવવા માટે બંધાયેલી નથી. માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા અને બેદરકારીપૂર્વક વાહન ચલાવનારાઓને પાઠ ભણાવવાના સંદર્ભમાં આ ર્નિણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.