Last Updated on by Sampurna Samachar
નેપાળ સરકારનો મોટો ર્નિણય, અઠવાડિયામાં ૨ દિવસની રજા
નવા ર્નિણયમાં સરકારી કચેરીઓના ખુલવાનો સમય સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી નક્કી કરાયો છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
નેપાળ સરકારે બે મહત્ત્વપૂર્ણ ર્નિણય લીધા છે, જે હેઠળ હવે સરકારી કાર્યાલયો માટે અઠવાડિયામાં શનિવાર અને રવિવાર બંને દિવસ રજા જાહેર કરાઈ છે. નવા ર્નિણયમાં સરકારી કચેરીઓના ખુલવાનો સમય સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી નક્કી કરાયો છે.

સરકારના પ્રવક્તા સસ્મિત પોખરેલે જણાવ્યું કે, સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં હવે શનિ-રવિ રજા રહેશે. પેટ્રોલિયમ જરૂરિયાતોમાં ઉત્પન્ન અસહજ સ્થિતિના કારણે આ ર્નિણય લેવાયો છે. નેપાળમાં અત્યાર સુધી માત્ર શનિવારે અઠવાડિયાની રજા મળતી હતી પરંતુ આ અઠવાડિયાથી શનિવારની સાથે રવિવારે પણ રજા આપવામાં આવશે. સરકારે સરકારી કાર્યાલયોનો સમય સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી નક્કી કરવાનો પણ ર્નિણય લેવાયો છે.
સોમવારથી સમગ્ર દેશમાં લાગુ થઈ જશે
મંત્રિપરિષદની બેઠકે શૈક્ષણિક સંસ્થાઓ સિવાય અન્ય સરકારી કચેરીઓનો સમય ૯ વાગ્યાથી ૫ વાગ્યા સુધીનો રાખવાનો ર્નિણય લીધો છે. અત્યાર સુધી નેપાળમાં સરકારી કચેરીઓમાં સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી કામ થતું હતું જેમાં સવારે એક કલાકનો સમય વધારાયો છે.
આ નવી વ્યવસ્થા સોમવારથી સમગ્ર દેશમાં લાગુ થઈ જશે. સરકારી કચેરીઓમાં હવે કર્મચારીઓને સવારે એક કલાક પહેલા એટલે કે ૯ વાગ્યે રિપોર્ટ કરવો પડશે, જેથી કાર્યક્ષમતાને અસર ન થાય.