સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં થઇ શકે છે વધારો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

૧ જુલાઈ ૨૦૨૫થી લાગૂ થશે DA નો બીજો ભાગ

AIPCI – IW ૦.૫ અંક વધીને ૧૪૩.૫ પર પહોંચ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને આશા છે કે સાતમાં પગાર પંચમાં છેલ્લું મોંઘવારી ભથ્થું વધારો ગત વખત કરતા સારો હશે. સરકારે ચાલુ કેલેન્ડર વર્ષના પહેલા ત્રિમાસિક માટે DA માં ૨% નો વધારો કર્યો છે. હાલના સમયમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે DA ૫૫ ટકા છે. ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સાતમું પગાર પંચ પોતાનો કાર્યકાળ પૂરો કરશે. આથી આ આ વખતનો DA વધારો વર્તમાન પગાર પંચ હેઠળ અંતિમ સંશોધન હશે.

મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ૨૦૨૫માં DA નો બીજો ભાગ ૧ જુલાઈ ૨૦૨૫થી લાગૂ થવાનો છે. જોકે તેની જાહેરાત સામાન્ય રીતે તો ઓક્ટોબર  કે નવેમ્બરના મહિનામાં દિવાળીની આસપાસ થાય છે. આ બધા વચ્ચે ઈન્ડસ્ટ્રિયલ વર્કર માટે AIPCI – IW  માં એપ્રિલ મહિનામાં ૦.૫ અંકની તેજી જોવા મળી છે. જેનાથી કર્મચારીઓને સારા વધારાની આશા જાગી છે.

મોંઘવારીના આંકડામાં સતત ઘટાડો જોવા મળ્યો

એપ્રિલ ૨૦૨૫માં AIPCI – IW ઈન્ડેક્સ વધીને ૧૪૩.૫ થઈ ગયો જે જાન્યુઆરી ૨૦૨૫માં નોંધાયેલા ૧૪૩.૨ થી વધુ છે. ખાસ વાત એ છે કે આ સતત બીજો મહિનો છે. જ્યારે ઈન્ડેક્સમાં વધારો નોંધાયો છે. આ અગાઉ જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૨૫માં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. શ્રમ બ્યુરોએ ૩૦ મે ૨૦૨૫ની રિલીઝમાં કહ્યું હતું કે એપ્રિલ ૨૦૨૫ માટે AIPCI – IW ૦.૫ અંક વધીને ૧૪૩.૫ પર પહોંચી ગયો.

માર્ચમાં  AIPCI – IW  ઈન્ડેક્સ ૦.૨ પોઈન્ટ વધીને ૧૪૩.૦ પર પહોંચી ગયો. જોકે આ જાન્યુઆરીના ૧૪૩.૨થી થોડું ઓછું છે પરંતુ ડીએ વધારાની રીતે આ પોઝિટિવ સંકેત છે. કારણ કે તે પહેલા નવેમ્બર ૨૦૨૪ બાદ AIPCI – IW  પર આધારિત મોંઘવારીના આંકડામાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. જે ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી ચાલુ રહ્યો હતો.

છેલ્લા ૨ મહિના, માર્ચ અને એપ્રિલમાં AIPCI – IW  માં આ ગ્રોથ દર્શાવે છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે  (DA\DR) લગભગ ૫૭.૯૫% હોઈ શકે છે એટલે કે જુલાઈ ૨૦૨૫થી તેમાં ૩% ગ્રોથ થવાની શક્યતા છે. જોકે જોવાનું એ રહેશે કે આગામી બે મહિનામાં ઈન્ડેક્સમાં કેટલો વધારો કે ઘટાડો થાય છે. બાકીના બે મહિનાના AIPCI – IW  ઈન્ડેક્સથી એ નક્કી થશે કે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સને કેટલું ડીએ મળશે.

જોકે મોંઘવારી દર માર્ચમાં ૨.૯૫ ટકાથી થોડું ઓછું જઈને એપ્રિલ ૨૦૨૫માં ૨.૯૪ ટકા થઈ ગયો. વર્ષના આધાર ઉપર પણ એપ્રિલ ૨૦૨૫ માટે મોંઘવારી દર ૨.૯૪ ટકા રહી જ્યારે એપ્રિલ ૨૦૨૪માં તે ૩.૮૭ ટકા હતી.

અત્રે જણાવવાનું કે શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવતા શ્રમ બ્યૂરો દેશના ૮૮ પ્રમુખ ઈન્ડસ્ટ્રિયલ સેન્ટરમાં ફેલાયેલા ૩૧૭ માર્કેટથી રિટેલ પ્રાઈસ ભેગી કરીને દર મહિને ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ માટે CONSUMER PRICE INDEX બહાર પાડે છે. આંકડાઓ મુજબ એપ્રિલ ૨૦૨૫માં ખાદ્ય પદાર્થ, કપડાં, જૂતા, ફ્યૂલ-લાઈટ અને સોપારી, તમાકૂના ઈન્ડેક્સમાં વધારો થયો છે. AIPCI – IW  ના આંકડાઓના આધારે કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી દર નક્કી કરે છે. આ ગણતરી સાતમાં પગાર પંચની ભલામણોને આધારે થાય છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.