Last Updated on by Sampurna Samachar
અસામાજિક તત્વોના આતંકની ઘટનામાં દિવસેને દિવસે વધારો
માથાભારે શખ્સો ત્યાંથી કાર લઈને ફરાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે માધવપુરમાં પાણી મોડું લઈને આવવા જેવી સામાન્ય બાબતમાં ઠપકો આપતા એક શખ્સે તેના અન્ય મિત્રોને બોલાવીને પાણી મંગાવનાર યુવકને છરીના ઘા મારી દીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે બાદ યુવકે બૂમાબૂમ કરતાં માથાભારે શખ્સો ત્યાંથી કાર લઈને ફરાર થઈ ગયા હતા.

યુવકને ગંભીર ઈજા થતાં તેને હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરાવ્યો હતો અને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અમરપુરામાં રહેતા ૨૭ વર્ષીય રાહુલ માળી નામના શખ્સે શક્તિ રાજપૂત સહિત અન્ય બે શખ્સ સામે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે આ ફરિયાદને આધારે ત્રણેય હુમલાખોરની તપાસ હાથ ધરી છે.
એક પછી એક ત્રણ છરીના ઘા રાહુલને મારી દીઘા
ગત ૧-૨-૨૦૨૬ના રોજ રાતે માધવપુરમાં આવેલી પીપળાવાળી ચાલીના નાકે હનુમાનજી મંદિર પાસે રાહુલ માળી તેના મિત્ર સાથે બેઠેલ હતો. તે વખતે રાહુલે શક્તિ રાજપૂત નામના શખ્સ પાસે પાણીની બોટલ લેવા મોકલ્યો હતો. જે બાદ શક્તિ નામનો શખ્સ ઘણીવાર પછી મોડો પાણીની બોટલ લઈને આવ્યો હતો. જે અંગે રાહુલે તેને ઠપકો આપતા કહ્યું હતું કે, તરસ મરી ગયા બાદ પાણી લઈને આવે છે શું કામનું?.
આટલું સાંભળતા જ શક્તિ ઉશ્કેરાઇ ગયો અને ત્યાંથી જતો રહ્યો હતો. થોડિકવાર પછી રાહુલ અને તેનાના ભાઈનો મિત્ર નજીકમાં શર્મા એસ્ટેટમાં જઈને બેઠેલ હતા. ત્યાં શક્તિ અને તેના બે મિત્રો ટુવ્હીલર પર આવ્યા હતા અને ગાળો એક પછી એક એમ ત્રણ છરીના ઘા રાહુલને મારી દીઘા હતા. આ દરમિયાન રાહુલે બુમાબુમ કરતાં ત્રણે શખ્સ ત્યાંથી ભાગી ગયા હતા. આ પછી ઈજાગ્રસ્ત રાહુલને તેનો ભાઈ ૧૦૮ મારફતે હોસ્પિટલ સારવાર માટે લઈ ગયો હતો.