Last Updated on by Sampurna Samachar
ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના ૪ સભ્યો ચૂંટણી લડશે!
રિપોર્ટ મુજબ બૃજભૂષણની પુત્રી શાલિની ‘ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૭’માં એન્ટ્રી કરી શકે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના રાજકારણમાં જાણીતા બાહુબલી નેતા અને ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ સિંહ ફરી ચર્ચામાંઆવ્યા છે. રાજ્યના મધ્યથી લઈને પૂર્વ સુધી રાજકીય આધાર વધારવાનો પ્રયાસ કરી રહેલા બૃજભૂષણસિંહના બંને પુત્ર પ્રતિક અને કરણ બાદ હવે તેમની પુત્રી શાલિની સિંહ પણ રાજકારણમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે.

મીડિયા રિપોર્ટ મુજબ બૃજભૂષણની પુત્રી શાલિની ‘ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૭’માં એન્ટ્રી કરી શકેછે અને તેઓ નોઈડાથી ચૂંટણી લડવાની તૈયારીમાં હોવાની ચર્ચાઓ સામે આવી છે. એકતરફ શાલિનીબૃજભૂષણની પુત્રી છે અને બીજીતરફ તેમના લગ્ન બિહારના રાજકારણમાં સંબંધો ધરાવતા વિશાલ સિંહ સાથેથયા છે. આમ શાલિનીનું પિયર અને સાસરું બંને રાજકીય ઘરોબો ધરાવે છે.
નાનો પુત્ર કરણ ભૂષણ સિંહ કૈસલગંજના સાંસદ
ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહના પુત્રો પણ રાજકારણમાં છે. તેમના મોટો પુત્ર પ્રતીક ભૂષણ ગોંડાબેઠક પરથી બીજી વખતના ધારાસભ્ય બનેલા છે.જ્યારે નાનો પુત્ર કરણ ભૂષણ સિંહ કૈસલગંજના સાંસદ છે. જ્યારે બૃજભૂષણ ૨૦૨૯માં લોકસભા ચચૂંટણીલડવાની તૈયારીમાં છે, ત્યારે હવે પુત્રી શાલિની નોઈડાથી વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારીમાં હોવાની ચર્ચાસામે આવ્યા બાદ હવે એવો સવાલો ઉઠ્યા છે કે, શું એક જ પરિવારના ચાર લોકો ચૂંટણી લડશે? ભાજપનાદિગ્ગજ નેતા બૃજભૂષણના ત્રણ પુત્ર અને એક પુત્રી છે, જેમાંથી એક પુત્ર શક્તિ સિંહનું નિધન થયું હતું. હાલતેમના બે પુત્ર અને એક પુત્રી છે.
શાલિની નોઈડા બેઠક પરથી ચૂંટણી લડવાની ચર્ચા છે, જાેકે કેન્દ્રીય મંત્રીરાજનાથ સિંહના મોટા પુત્ર પંકજ સિંહ નોઈડામાં બે ટર્મથી જીતતા આવ્યા છે અને હાલ તેઓ આ બેઠક પરનાધારાસભ્ય છે. આવી સ્થિતિમાં જાે શાલિની નોઈડામાંથી ચૂંટણી લડશે તો પંકજ સિંહનું શું થશે?
બૃજભૂષણ શાલિની નોએડામાં એક કાર્યક્રમમાં કવિતા વાંચ્યા બાદ ચર્ચામાં આવી હતી. કવિતામાં તેણે પોતાનેપહલવાન પિતાની પુત્રી અને બે બાહુબલી ભાઈઓની બહેન કહી હતી. શાલિની આર્ટિસ્ટ છે અને તેમણેઅત્યાર સુધીમાં પાંચ પુસ્તકો લખ્યા છે. સામાજિક કાર્યોમાં સક્રિય શાલિની નોઈડા સિટિજન ફોરમની સભ્યપણ છે. તેઓ વકીલ અને એજ્યુકેશનિસ્ટ પણ છે. શાલિનીના લગ્ન પૂર્વ સાંસદ સ્વર્ગીય અજીત સિંહ અને પૂર્વસાંસદ મીના સિંહના એકમાત્ર પુત્ર વિશાલ સિંહ સાથે થયા છે