Last Updated on by Sampurna Samachar
પોસ્ટમોર્ટમ બાદ સાચુ કારણ બહાર આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં ડ્રગ્સના કારણે પરણિત યુવકનું મોત નિપજ્યું છે. સુરતના ઉન વિસ્તારમાં રહેતો યુવક દારૂની લત છોડી ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો. ડ્રગ્સના ઓવરડોઝના કારણે પરિણીત યુવકનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી સાચું કારણ જાણવા તપાસ આગળ વધારી છે.
સુરત શહેરના ઉન વિસ્તારમાં યુવક તેના પરિવાર સાથે રહેતો હતો. એક તરફ “SAY NO TO DRUGS ”નું પોલીસ અભિયાન ચાલી રહ્યું છે, તો બીજી બાજુ ઉના વિસ્તારમાં ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ થતો હોવાનો પરિવારે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. મૃતકનું મોત થયાનું કારણ પ્રાથમિક તપાસમાં ડ્રગ્સનો ઓવરડોઝ હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક પહેલા દારૂનો નશો કરતો હતો.બાદમાં દારૂની લત છોડવા ડ્રગ્સના રવાડે ચડ્યો હતો. છેલ્લા ૨૫ દિવસથી યુવક ડ્રગ્સના રવાડે ચડ્યો હોવાનો પરિવારની પૂછપરછ કરાતા પોલીસને જાણવા મળ્યું છે. ડ્રગ્સના ઓવરડોઝના કારણે પ્રથમ બ્રેન ડેડ થયો હતો. ત્યારે સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.