Last Updated on by Sampurna Samachar
ગ્રેમી વિજેતા થિરોન બિલી સાથે નોરા ફતેહી નવો પ્રોજેક્ટ લાવી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નોરા ફતેહી પોતાના ડાન્સ અને ગ્રેસ માટે જાણીતી છે, તાજેતરમાં જ તેણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. હવે નોરા એક ગ્લોબલ સ્ટાર બની ગઈ છે, તેણે ફિફામાં પરફોર્મ કર્યું હતું અને થોડાં વખત પહેલાં તેણે ટોમી બ્રાઉન સાથે ‘સ્નેક’ બનાવ્યું હતું હવે તે ફરી એક વખત ઇન્ટરનેશનલ લેવલ પર નવું કોલબરેશન કરવા જઈ રહી છે.
નોરા ફતેહીએ સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરીને ફૅન્સને ઉત્સાહમાં લાવી દીધાં છે. જેમાં તે પ્રોડ્યુસર ટોમી બ્રાઇન અને ગ્રેમી વિજેતા મ્યુઝિશિયન થિરોની બિલી વાતો કરતાં દેખાય છે. જેનાથી તેણે આ ત્રણેય વચ્ચેના આગામી કોલબરેશનની હિન્ટ આપી છે.
આ તસવીર શેર કરતાં તેણે કૅપ્શનમાં લખ્યું હતું, “આ રીતે “એક બોસ બેસે” ત્યારે દેખાય..અમે કશુંક લાવીએ છીએ..૨૦૨૫માં આગ લગાવી દઇશું.”નોરાએ ફિફા વર્લ્ડ કપમાં ‘લાઇટ ધ સ્કાય’ અને ‘સ્નેક’ જેવા ગીતો પરફોર્મ કર્યાં હતાં ત્યારથી તે ગ્લોબલી પણ પોપ્યુલર થઈ ગઈ છે. તેણે ૨૦૧૯માં ‘પેપેટા’ માટે રે વન્ની સાથે પણ કોલબરેશન કર્યું છે. તેને ૯૦ મિલિયન વ્યૂઝ મળેલાં છે.
આ ઉપરાંત તેણે ‘ધ ડર્ટી સિક્રેટ’ માટે ઝેક નાઇટ સાથે પણ કોલબરેશન કર્યું હતું. સીકે સાથે તેણે ‘ઇટ્સ ટ્રુ’ આલ્બમ માટે કોલબરેટ કર્યું હતું. તેણે જ્યારે ‘સ્નેક’ માટે જેસન ડેરુલો અને ટોમી બ્રાઉન સાથે પ્રોડક્શન રિલીઝ કર્યું તો તેને ૨૪ કલાકની અંદર ગ્લોબલી ૨ ક્રમે અને સ્પોટિફાયના ગ્લોબલ ચાર્ટ પર ૩ ર્ક્મે પહોંચી ગયું હતું. તે ટ્રેન્ડિંગ થઈ ગયું હતું. તેની આ સફળતાઓ પોછી હવે નવા કોલબરેશન પાસે પણ ઘણી અપેક્ષાઓ છે.