હવે શ્રદ્ધાળુઓ સવારે મંગળા આરતીના દર્શનનો લઇ શકશે લાભ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ધનુર્માસનો પ્રારંભ થતા ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે ૦૬ઃ૪૫ વાગ્યે થતી મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં હવે શ્રદ્ધાળુઓ સવારે ૦૬:૧૫ વાગ્યે મંગળા આરતીના દર્શન કરી શકશે. ધર્નુમાસ દરમિયાન રણછોડરાયજીને વિશેષ ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે.
પ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિર ખાતે ધનુર્માસના ઉત્સવોમાં ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરાયો હોવાથી ૧૯-૨૪ ડિસેમ્બર એટલે કે મંગળવાર અને ગુરુવારે સવારે ૦૫:૩૦ વાગ્યે મંગળા આરતી, ૧૦:૩૦ વાગ્યે અનોસર, સાંજે ૦૫:૦૦ વાગ્યે ઉત્થાપન અને ત્યારબાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે.
જ્યારે જાન્યુઆરી ૨૦૨૫માં પણ ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ૦૭ અને ૦૯ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સવારે ૦૫:૩૦ વાગ્યે મંગળા આરતી, ૧૦:૩૦ વાગ્યે અનોસર, સાંજે ૦૫:૦૦ વાગ્યે ઉત્થાપન અને ત્યારબાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે.