Last Updated on by Sampurna Samachar
પોલીસે ૧૫ શખ્સોના ટોળા સામે ફરિયાદ નોંધી ૧૨ લોકોને ઝડપી લીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાં મહિલાને અર્ધનગ્ન કરી તાલીબાની સજા આપી હોવાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેની વિગતો અનુસાર એક મહિલાને ૧૫ જેટલા લોકોએ અર્ધ નગ્ન કરી આખા ગામમાં ફેરવી હતી. એક પરિણીતા તેના પ્રેમીના ઘેર મળવા ગઇ હતી જેની જાણ તેના પરિવારના લોકોને થતા પહેલાતો તેને ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવી, ત્યાર બાદ તેને અર્ધ નગ્ન હાલતમાં સાંકળથી બાઇક સાથે બાંધી આખા ગામમાં તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો.
જે વાઇરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. વીડિયો વાયરલ થતાં જ પોલીસ દોડતી થઇ હતી અને ૧૫ શખ્સોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધર્યા બાદ આ મામલે ૧૨ લોકોની ધરપકડ કરી લીધી છે.
આ અંગેની વિગત એવી છે કે સંજેલી તાલુકામાં રહેતી ૩૫ વર્ષની પરિણીતાને ગામમાં રહેતા ગોવિંદ લાલસિંગભાઇ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હતો. ૨૮ જાન્યુઆરીના રોજ પરિણીતા તેના પ્રેમી ગોવિંદભાઇના ઘેર હાજર હતી ત્યારે ઢાલસીમળ, સંતરામપુર, ગલાલપુરા અને રુપાખેડા ગામના શખ્સો ગોવિંદભાઇના ઘરમાં ઘૂસી ગયા હતાં અને પરિણીતાને પ્રેમીના ઘરમાંથી બહાર કાઢી તેને ઢોર માર માર્યો હતો.