Last Updated on by Sampurna Samachar
સુખસર પોલીસે છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં નકલી વસ્તુઓ અને નકલી વ્યક્તિઓના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે ચીજવસ્તુઓ ઠીક હવે તો મોટા-મોટા અધિકારીઓ પણ નકલી જોવા મળી રહ્યા છે. જાણે કોઈ ફિલ્મી કહાની હોય તેમ આવી ઘટનાઓ ટોક ઓફ ધી ટાઉન બનતી હોય છે. આવી જ એક ઘટના દાહોદમાં સામે આવી છે. જ્યાં નકલી ઈન્કમટેક્સ અધિકારીઓનો પર્દાફાશ થયો છે.
સમગ્ર મામલાની વાત કરીએ તો, દાહોદના સુખસર ગામે ધીરધારનો ધંધો કરનાર વેપારીની દુકાને છ જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ રેડ કરી હતી. અલ્પેશ ઉકારભાઈ પ્રજાપતિની દુકાને છ જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ રેડ કરી હતી. આ નકલી અધિકારીઓએ બિલકુલ અસલી અધિકારીઓની જેમ માહોલ ઊભો કર્યો હતો. રેડ દરમિયાન આરોપીઓએ નાણા ધિરાણના ચોપડા ચેક કરી દાગીના તેમજ ચોપડા જમા કરી કેસ કરવાની ધમકી આપી હતી.
આ સાથે જ જો કેસ ન કરવા માટે ૨૫ લાખની માંગ કરી હતી. સાથે જ આરોપીઓએ બે લાખ રોકડ લીધા હતા. જ્યારે આ છ શખ્સોએ બાકીના નાણા અન્ય જગ્યાથી આપવાની વાત કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ મામલે સુખસર પોલીસે છ શખ્સો વિરુદ્ધ સરકારીના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી છેતરપિંડી કર્યા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.