Last Updated on by Sampurna Samachar
આ ડોક્ટર નાગપુરના પૂર્વ ભાગમાં ચલાવતો હતો એક ક્લિનિક
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના નાગપુરથી એક હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. એક ૪૫ વર્ષીય સાઈકોલોજિસ્ટ પર ૫૦ થી વધુ વિદ્યાર્થિનીનું શોષણ કર્યાના આરોપો લાગ્યા છે. સાઈકોલોજિસ્ટની ધરપકડ કરી લેવામાં આવી છે. તે નાગપુરના પૂર્વ ભાગમાં એક ક્લિનિક ચલાવતો હતો.
મળતી માહિતી અનુસાર ડૉક્ટરે છેલ્લા ૧૫ વર્ષોમાં ૫૦ વિદ્યાર્થિનીઓને બ્લેકમેઇલ કરીને પોતાની હવસ સંતોષી હતી. પોલીસ અધિકારીએ આ મામલે કહ્યું કે આરોપી સામે પોક્સો અને SC – ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આરોપીએ કથિતરૂપે સ્ટુડન્ટ્સ એમાય ખાસ કરીને વિદ્યાર્થિનીઓને પર્સનલ અને પ્રોફેશનલ ડેવલપમેન્ટનો વાયદો કરીને જાળમાં ફસાવી અને તેમના માટે ટ્રિપ અને કેમ્પ આયોજિત કર્યા હતા. જ્યાં તે તેમનું શારીરિક શોષણ કરતો હતો.
પોલીસે જણાવ્યું કે આરોપી શારીરિક શોષણની ઘટનાને અંજામ આપતી વખતે પીડિતોની અશ્લીલ તસવીરો ખેંચી લેતો અને બાદમાં તેમને બ્લેકમેઇલ કરી પોતાના ફાયદા માટે તસવીરોનો ઉપયોગ કરતો હતો. આ ઘટનાનો ત્યારે ખુલાસો થયો જ્યારે એક સ્ટુડન્ટે મહદ અંશે બ્લેકમેઈલ સહન કર્યા બાદ પોલીસમાં ફરિયાદ કરી દીધી હતી. પીડિતોમાં અનેક વિવાહિત પણ છે એટલા માટે તે પોલીસ સામે આવીને ફરિયાદ કરવામાં ખચકાઈ રહી છે.