Last Updated on by Sampurna Samachar
આગામી ૩ દિવસ રાજ્યમાં સાવર્ત્રિક વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટરે આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હવામાન વિભાગે મોટી ખબર આપીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના લોકોનું ટેન્શન ઓછું કર્યું છે. ગુજરાત પરથી મોટી ઘાત ટળી છે. ગુજરાતમાં હવે શક્તિ વાવાઝોડાની કોઈ અસર નહિ થાય. કારણકે, શક્તિ વાવાઝોડું હવે ગુજરાતના દરિયા કિનારાથી દૂર ખસ્યું છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, શક્તિ વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થયો છે. હવે શક્તિ વાવાઝોડું દ્વારકાથી ૯૪૦ કિમી દૂર છે. જે આવતીકાલે શક્તિ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. આ કારણે અફઘાનિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદ પડશે. તો થોડી અસર ગુજરાતને પણ થશે.
દરિયાકાંઠે DW -૨ સિગ્નલ લગાવી દેવાયું
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એકે દાસે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી ૭ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. શક્તિ વાવાઝોડું ગવે ધીમું પડ્યું છે. ગુજરાતમાં શક્તિની અસર નહીં થાય. હાલ શક્તિ વાવાઝોડું દ્વારકાથી ૯૪૦ કિ.મી અને નલિયાથી ૯૬૦ કિ.મી દૂર છે. જે ડીપ્રેશનમાં પરિવર્તિત થશે. આગામી ૩ દિવસ રાજ્યમાં સાવર્ત્રિક વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે. આ કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
તેમણે કહ્યું કે, વાવાઝોડાની અસરને કારણે દરિયાકાંઠે ૪૦ થી ૫૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે. દરિયાકાંઠે DW -૨ સિગ્નલ લગાવી દેવાયું છે. અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે શકિત વાવાઝોડાની વચ્ચે કચ્છના વાગડ વિસ્તારના રાપર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના જોરદાર ઝાપટા પડ્યા હતા. જેથી શહેરના માર્ગ પરથી પાણી વહી નીકળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વરસાદના વાતાવરણ વચ્ચે અવારનવાર ઝાપટા વરસ્યા હતા. રાપર શહેર અને આસપાસના વિસ્તારોમાં જોરદારના લીધે પાણી વહી નીકળ્યા હતા.