પોલીસની કામગીરીથી નારાજ પરિવારે કોર્ટ પાસે મદદ માંગી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરામાં માણેજા ક્રોસિંગ પાસે સિગ્નલ પર ઉભેલા ટુ વ્હીલર ચાલકને કચડી નાખ્યો હતો. ટુ વ્હીલર ચાલક ૭૨ વર્ષીય વુદ્ધા સતીષભાઈનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. સમગ્ર અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. CCTV મારફતે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી,
પરંતુ મકરપુરા પોલીસે આરોપીને જામીન પર છોડી મુક્યો છે. પોલીસની કામગીરીથી નારાજ પરિવારે કોર્ટ પાસે મદદ માંગી છે, પોલીસની રહેમનજર હેઠળ વાહનો લોકોના જીવ લઇ રહ્યા છે. રાજ્યમાં વધતા ટ્રાફીક સમસ્યા અને વધતા જતા દબાણો કારણે અકસ્માતોથી લોકોના જીવ જોખમમાં હોય તેવી લાગી રહ્યું છે, શહેરી વિસ્તારોમાં વધતા ભારે વાહનો કારણે અકસ્માતો વધ્યા છે, યમદૂત બની ફરતા ભારદારી વાહનો લોકોના જીવ લઈ રહ્યા છે.