પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીને હોસ્પીટલમાં દાખલ કરતા મદદે આવ્યા DY. CM

Share this Article:

કાંબલીની હાલત હવે સ્થિર

(સંપૂર્ણ સમાચાર સેવા)

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીને ૫ લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે. દિગ્ગજ ક્રિકેટર વિનોદ કાંબલીને તબિયત લથડતાં થાણેની આકૃતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે ખુદ એકનાથ શિંદેએ આકૃતિ હોસ્પિટલના ડોકટરો સાથે પણ ચર્ચા કરી અને તેમને વિનોદ કાંબલીની સારવારમાં કોઈ કમી ન રહે તેની ખાતરી કરવા વિનંતી કરી હતી.

પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને કલ્યાણ લોકસભા મતવિસ્તારના સાંસદ શ્રીકાંત શિંદેએ તેમને ૫ લાખ રૂપિયાની વ્યક્તિગત સહાયની જાહેરાત કરી છે. આ મદદ ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા આપવામાં આવી છે. કાંબલી થાણે જિલ્લાની એક ખાનગી હોસ્પિટલના ICU માં સારવાર માટે દાખલ છે, જ્યાં તેમને તાવ આવ્યો હતો, પરંતુ તેમની હાલત હવે સ્થિર છે. હોસ્પિટલના ડો. વિવેક ત્રિવેદીએ જણાવ્યું હતું કે કાંબલીને પેશાબની નળીઓમાં ઈન્ફેક્શનની પણ સમસ્યા છે. જેના માટે તેમને ભિવંડી શહેર નજીકની આકૃતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ ક્રિકેટરની તબિયત પર નજર રાખતી મેડિકલ ટીમનું નેતૃત્વ ડૉ. વિવેક ત્રિવેદી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે દિગ્ગજ ક્રિકેટરનું MRI કરવા માંગતા હતા પરંતુ તેમને તાવ હોવાથી અમે યોજના પડતી મૂકી હતી. હવે આ મામલે ર્નિણય પછીથી કરવામાં આવશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.