ટીમ ઈન્ડિયા ૧૫૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓસ્ટ્રેલિયાએ મેલબૉર્નમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચ જીતી લીધી છે. બૉક્સિંગ ડે ટેસ્ટમાં કાંગારુઓએ ૧૮૪ રનથી જીત મેળવી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાં ૨-૧ની સરસાઈ મેળવી લીધી છે. હવે ભારત માટે WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે. આ ટેસ્ટના પાંચમા દિવસે ભારતને ૩૪૦ રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા ૧૫૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બીજા દાવમાં યશસ્વી જયસ્વાલે સૌથી વધુ ૮૪ રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અને સ્કોટ બૉલેન્ડે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. નાથન લિયોનને પણ બે સફળતા મળી હતી.
મેલબૉર્નમાં બૉક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ૧૮૪ રનથી હરાવ્યું છે. જીતવા માટેના ૩૪૦ રનના લક્ષ્યનો પીછો કરતા ભારતનો બીજો દાવ ૧૫૫ રનમાં સમેટાઈ ગયો હતો. ભારતીય ટીમે આજે જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો, પરંતુ ટીમ ઈન્ડિયા ત્રણ સેશન પણ રમી શકી ન હતી અને ૧૧ બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. ૧૩ વર્ષ બાદ મેલબૉર્નમાં ટીમ ઈન્ડિયાની આ ટેસ્ટ હાર છે. આ પહેલા ભારતીય ટીમ ૨૦૧૧માં હારી ગઈ હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટ બાદ પાંચ મેચની સીરીઝમાં ૨-૧ની લીડ મેળવી લીધી છે. હવે પાંચમી અને છેલ્લી ટેસ્ટ ૩ જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.
ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ ૨૩૪ રનમાં સમેટાઈ જતા ભારતને જીતવા માટે ૩૪૦ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત એકદમ નિરાશાજનક રહી. રોહિત શર્મા, કે એલ રાહુલ અને વિરાટ કોહલી ફટાફટ આઉટ થઈ જતા ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ હતી. જાે કે પંત અને જયસ્વાલે પછી બાજી સંભાળી પરંતુ પંત લાંબો સમય ટકી શક્યો નહીં અને ૩૦ રન કરીને આઉટ થઈ ગયો. ત્યારબાદ નીતિશકુમાર રેડ્ડી, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર પણ ટકી શક્યા નહીં. બુમરાહ, આકાશદીપ, સિરાજની વિકેટો પડી જતા ભારતે આખરે આ મેચ ગુમાવવાનો વારો આવ્યો.
ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ ૨૩૪ રન પર સમેટાઈ હતી. ભારત તરફથી બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહે ૫ વિકેટ લીધી. તે પહેલા ભારતે પહેલી ઈનિંગમાં ૩૬૯ રન કર્યા હતા. જેમાં નીતિશ રેડ્ડીએ ૧૧૪ રનનું શાનદાર યોગદાન આપ્યું હતું. અત્રે જણાવવાનું કે આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે ૪૭૪ રન કર્યા હતા. પહેલી ઈનિંગના આધારે ઓસ્ટ્રેલિયાને ૧૦૫ રનની મહત્વની લીડ મળી હતી.
રોહિતની કેપ્ટનશીપમાં છેલ્લા બે મહિનામાં છ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની આ પાંચમી ટેસ્ટ હાર છે. ન્યૂઝીલેન્ડ સામેની ૩-૦ની હાર બાદ ભારત એડિલેડ અને હવે મેલબૉર્નમાં હારી ગયું છે. ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરીને પ્રથમ દાવમાં ૪૭૪ રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથે સદી ફટકારી હતી. જવાબમાં ભારતે પ્રથમ દાવમાં ૩૬૯ રન બનાવ્યા હતા. ૨૧ વર્ષના નીતીશ રેડ્ડીએ શાનદાર સદી ફટકારી હતી. પ્રથમ દાવના આધારે ઓસ્ટ્રેલિયાને ૧૦૫ રનની લીડ મળી હતી. આ પછી ભારતે બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને ૨૩૪ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. લીડ સહિત ઓસ્ટ્રેલિયાની કુલ લીડ ૩૩૯ રન હતી અને ભારતને ૩૪૦ રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાની પાસે માત્ર એક જ દિવસ હોવા છતાં ન તો મેચ જીતી શકી કે ન તો ડ્રૉ કરી શકી. આ હાર સાથે ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પહોંચવાની આશાને પણ આંચકો લાગ્યો છે. હવે તેણે અન્ય ટીમોના પરિણામો પર ર્નિભર રહેવું પડશે. ઉપરાંત સિડનીમાં આગામી ટેસ્ટ જીતવી જ પડશે. ડ્રૉ કે હાર ટીમ ઈન્ડિયા રેસમાંથી બહાર થઈ જશે