ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૩ ફેબ્રુઆરીએ મેચ યોજાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આવતા વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરી દીધું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૩ ફેબ્રુઆરીએ દુબઈમાં મેચ રમાશે. ટુર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ બાંગ્લાદેશ સામે થશે. આ મેચ પણ દુબઈમાં જ રમશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મોડલ માટે UAE ની પસંદગી કરી હતી. તેથી ભારતીય ટીમ તેની તમામ મેચ UAE માં જ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ફાઈનલ મેચ લાહોરમાં રમાશે. પરંતુ જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો તે દુબઇમાં રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં કુલ ૮ ટીમો વચ્ચે કુલ ૧૫ મેચ રમાશે. તમામ ટીમોને ૨ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપ-છમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય ગ્રુપ-છમાં બે ટીમો ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડને ગ્રુપ- B માં રાખવામાં આવ્યા છે.
ગ્રૂપ – A – પાકિસ્તાન, ભારત, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ
ગ્રૂપ- B – દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ
ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫નું શેડ્યૂલ
૧૯ ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ. ન્યૂઝીલેન્ડ, નેશનલ સ્ટેડિયમ, કરાચી
૨૦ ફેબ્રુઆરી – બાંગ્લાદેશ વિ. ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
૨૧ ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિ. દક્ષિણ આફ્રિકા, નેશનલ સ્ટેડિયમ, કરાચી
૨૨ ફેબ્રુઆરી – ઑસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
૨૩ ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ. ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
૨૪ ફેબ્રુઆરી – બાંગ્લાદેશ વિ. ન્યૂઝીલેન્ડ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
૨૫ ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા વિ. દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
૨૬ ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિ. ઈંગ્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
૨૭ ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ. બાંગ્લાદેશ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
૨૮ ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિ. ઓસ્ટ્રેલિયા, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
૧ માર્ચ – દક્ષિણ આફ્રિકા વિ. ઈંગ્લેન્ડ, નેશનલ સ્ટેડિયમ, કરાચી
૨ માર્ચ – ન્યૂઝીલેન્ડ વિ. ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
ક્યાં રમાશે ટુર્નામેન્ટની સેમિ ફાઈનલ અને ફાઈનલ મેચ
૪ માર્ચ – સેમિ ફાઇનલ-૧, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
૫ માર્ચ – સેમિ ફાઇનલ-૨, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
૯ માર્ચ – ફાઈનલ – ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
૧૦ માર્ચ – રિઝર્વ ડે