Last Updated on by Sampurna Samachar
ક્રિકેટ મેચમાં રન આઉટને લઇ બબાલ થયા બાદ મેદાનમાં ગોળી વરસી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના આરામાં ફક્ત એક રનઆઉટને લઈને મોટો ઝઘડો થઈ ગયો, જેમાં કેટલાય રાઉન્ડ ગોળીઓ ચાલી ગઈ. આ દરમ્યાન ક્રિકેટ રમી રહેલા ગામડાના ખેલાડીઓને પણ ગોળી વાગી ગઈ. તેમને સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના મુફસ્સિલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા રતનપુર ગામની છે. જ્યાં ક્રિકેટનું મેદાન રણ મેદાન બની ગયું હતું. ઘટના બાદ નાદ મુફસ્સિલ પોલીસની આખી ટીમ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવી અને ખેલાડી બનેલા છોકરાઓને ત્યાં રેડ પાડી હતી.
ભોજપુરમાં ક્રિકેટ રમવાને લઈને મારપીટ અને ફાયરિંગ થયું. જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના રતનપુર ગામનો મામલો છે, જ્યાં મેદાનમાં ક્રિકેટ મેચ દરમ્યાન ગોળી ચાલવાના કારણે એક યુવક ઘાયલ થઈ ગયો. જ્યારે મારપીટમાં એક અન્ય યુવકને ગંભીર ઈજા થઈ. બંનેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે.
ઘાયલ યુવકોના જણાવ્યા અનુસાર, ગામના અમુક યુવકો ક્રિકેટ મેચ રમી રહ્યા હતા. આ દરમ્યાન રનઆઉટને લઈને ડખો થયો. વાત એટલી આગળ વધી ગઈ કે મારપીટ થવા લાગી, આ દરમ્યાન કોઈએ ફાયરિંગ કરી દીધું અને એક યુવક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. ગોળી તેના ડાબા હાથમાં વાગી, આ મારપીટમાં તેનો પિતરાઈ ભાઈ પણ ઘાયલ થઈ ગયો. પરિવારે બંનેને સારવાર માટે આરા સદર હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
ગોળી વાગવાથી ઘાયલ એક યુવકની ઓળખાણ મુફસ્સિલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના રતનપુર ગામના ચૈન પાસવાનના દીકરા ચંદન કુમાર ઉંમર ૨૫ વર્ષ તરીકે થઈ છે. જ્યારે મારપીટમાં ઘાયલ યુવકની ઓળખાણ એ જ ગામના રહેવાસી શિવ કુમાર પાસવાનના ૨૫ વર્ષિય દીકરા મહાવીર કુમાર તરીકે થઈ છે. બંને યુવક પિતરાઈ ભાઈ છે.
ઘાયલ ચંદન કુમારે જણાવ્યું છે કે, વિપક્ષી ટીમ ચકિયા ગામની હતી. આ લોકોની બેટિંગ થઈ ગઈ હતી. તેમણે ૧૦ ઓવરમાં ૧૦૨ રન બનાવ્યા હતા. અમે ટાર્ગેટનો પીછો કરવા ઉતર્યા હતા. મેચ સ્ટાર્ટ થતા પહેલા નિયમ બનાવ્યો હતો કે નજીકમાં આવેલા પુઆલમાં બોલ જાય તો એક રન હશે. જ્યારે અમે બેટિંગ કરી રહ્યા હતા. તો બોલ પુઆલમાં જતો રહ્યો, પણ ચકિયાની ટીમના ખેલાડીએ વિકેટ પર બોલ મારી દીધો અને રનઆઉટ બોલવા લાગ્યા. જેનો અમે વિરોધ કર્યો.
એટલા માટે ચકિયા ટીમમાં રમી રહેલા પ્રિન્સ જે કપ્તાન હતો, તેણે મોફલરમાં ઈંટ બાંધી અને અમને મારવા લાગ્યો. તેમાં મારા કાકાનો છોકરો મહાવીર ઘાયલ થઈ ગયો. એટલામાં બે છોકરા ગામ તરફ ભાગ્યા અને પિસ્તોલ લઈને પ્રિન્સને આપી. પ્રિન્સે અમારા પર ગોળી ચલાવી. જેમાં એક ગોળી મારા હાથમાં વાગી ગઈ. આપને જણાવી દઈએ કે, ચકિયા અને રતનપુર ગામ વચ્ચે આ મેચ ૫૦૦ રૂપિયા માટે રમાઈ રહી હતી.