Last Updated on by Sampurna Samachar
સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનું નિવેદન સામે આવ્યું
સ્વાસ્થયના કારણોસર વચ્ચે જામીન મંજુર કર્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં બધા આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે. પૂર્વ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટિનેન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત ૭ આરોપીઓને NIA કોર્ટે નિર્દોષ જાહેર કર્યાં છે. આ કેસના બધા સાક્ષી પોતાના શરૂઆતી દાવાથી ફરી ગયા હતા. તેના કારણે કોઈને દોષી સાબિત કરી શકાયા નહીં.
હવે આ કેસમાં કોર્ટના ચુકાદા બાદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનું નિવેદન સામે આવ્યું છે. કોર્ટના ચુદાકા બાદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યુ કે આ ભગવાની જીત છે. સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે કોર્ટનો આ ચુકાદો મારી નહીં પરંતુ ભગવાની જીત છે. તેમણે કહ્યું કે માલેગાંવ બ્લાસ્ટ બાદ મારૂ જીવન બરબાદ થયું, મને અપમાનિત કરવામાં આવી, મને આતંકી બનાવી દેવામાં આવી. માલેગાંવ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટે આજે ચુકાદો આપ્યો છે.
પોલીસે કરી હતી ધરપકડ
પ્રજ્ઞાસિંહ ઠાકુરને સામાન્ય રીતે સાધ્વી પ્રજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. તે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી ભાજપના ભૂતપૂર્વ સાંસદ છે. પ્રજ્ઞા સિંહ ઠાકુરે બાળપણથી જ પોતાના વાળ ટૂંકા રાખ્યા છે. સાધ્વી પ્રજ્ઞા કોલેજના દિવસોમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ની સક્રિય સભ્ય હતી. કોલેજ પછી તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વિવિધ સહયોગી સંગઠનોમાં જોડાઈ.
આ ઉપરાંત પ્રજ્ઞા સિંહ ઠાકુર પર ૨૦૦૮ માં માલેગાંવ બોમ્બ વિસ્ફોટમાં સામેલ હોવાનો આરોપ હતો. પોલીસે આ કેસમાં તેમની ધરપકડ પણ કરી હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે વિસ્ફોટ કરનાર તે બાઇક પ્રજ્ઞા સિંહ ઠાકુરની હતી. આ માટે પોલીસે આતંકવાદના આરોપસર તેમની ધરપકડ કરી હતી. કોર્ટે સ્વાસ્થ્ય કારણોસર તેમના જામીન મંજૂર કર્યા હતા.