Last Updated on by Sampurna Samachar
તબીબી ભથ્થાનો લાભ ન મળતાં હડતાળની આપી ચીમકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતની ૧૫૭ નગરપાલિકામાં હડતાળની ચીમકી આપી છે. જેમાં તબીબી ભથ્થાનો લાભ ન મળતાં નગરપાલિકાના કર્મચારીઓ હડતાળની તૈયારીઓ કરી રહ્યાં છે. બોર્ડ નિગમના કર્મચારીઓને તબીબી ભથ્થાનો લાભ આપવામાં આવી રહ્યો છે, જ્યારે રાજ્યની નગરપાલિકાના કર્મચારીઓ આ સરકારી લાભથી વંચિત રહ્યાં છે. ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યુ છે કે, જો ર્નિણય નહી લેવાય તો, રાજ્યની ૧૫૭ નગરપાલિકા કર્મચારીઓ હડતાળ પાડશે જેથી પાણી, વીજળી અને સફાઈની કામગીરી ખોરવાઈ શકે છે.’
રાજ્યના બોર્ડ નિગમના કર્મચારીઓને તબીબી ભથ્થુ એક હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે. જ્યારે નગરપાલિકાના કર્મચારીઓને તબીબી ભથ્થા પેટે ૧૦૦ રૂપિયા અપાય છે. પાલિકા કર્મચારી મહામંડળે એવી ચિમકી ઉચ્ચારી છે કે, જો ૩૦મી ડિસેમ્બર સુધી તબીબી ભથ્થાનો વધારો કરવા સરકાર ર્નિણય નહીં લે તો, રાજ્યમાં ૧૫૭ નગરપાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જશે.