Last Updated on by Sampurna Samachar
IRS અધિકારી સમીર વાનખેડેએ કેસ દાખલ કરાવ્યો
ફિલ્મને ખોટા, દુર્ભાવનાપૂર્ણ અને બદનક્ષીભર્યું ગણાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન પોતાની નેટફ્લિક સીરિઝ ધ બેડ્સ ઑફ બોલિવૂડને લઈને વિવાદમાં આવી ગયા છે. સમીર વાનખેડેએ સીરિઝમાં પોતાની છબી ખરાબ દર્શાવવાને લઈને શાહરુખ ખાન, ગૌરી ખાન, નેટફ્લિક્સ ઇન્ડિયા અને રેડ ચિલીઝ વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાવ્યો છે.
વાનખેડેએ શાહરુખના દીકરા આર્યન ખાનના દિગ્દર્શક હેઠળ બનેલી પહેલી ફિલ્મને ખોટા, દુર્ભાવનાપૂર્ણ અને બદનક્ષીભર્યું ગણાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ સીરિઝ એન્ટી-ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીઓનું ભ્રામક અને નકારાત્મક ચિત્રણ કરે છે, જેના કારણે કાયદા અમલીકરણ સંસ્થાઓમાં લોકોનો વિશ્વાસ ઓછો થાય છે.
દિલ્હી હાઇકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ
વાનખેડેના વકીલ જતીન પરાશરે કહ્યું કે, સમીરનો આરોપ છે કે, આર્યન ખાનની પોતાની સીરિઝમાં તેના જેવા જ વ્યક્તિને દર્શાવાયા છે. શોમાં તેનું કેરેક્ટર એસેસિનેશન કરાયું. શોને લઈને સમીર વાનખેડે અને તેના પરિવારને અપશબ્દો કહેવા પડી રહ્યા છે. તેમને ભ્રષ્ટ ગણાવાઈ રહ્યા છે. તેવામાં આર્યનના શોના આ ભાગને ડિલીટ કરવામાં આવે.
IRS અધિકારી સમીર વાનખેડેએ દિલ્હી હાઇકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરાવ્યો છે જેમાં સુપરસ્ટાર શાહરુખ ખાન અને ગૌરી ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરનેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ અને અન્ય વિરુદ્ધ કાયમી અને ફરજિયાત મનાઈ હુકમ, ઘોષણા અને નુકસાનીની માંગ કરવામાં આવી છે.